જૂનાગઢમાં વેસ્ટમાંથી બેસ્ટની અનોખી કલાકારીગરી: શ્રીફળની કાચલી, રેસામાંથી અનેક કલાકૃતિનું નિર્માણ

November 14, 2017 at 12:04 pm


જૂનાગઢના એક અનોખા કલાકાર કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી પવિત્ર શ્રીફળ નાળીયેરની કાચલીઓને પુજનીય બનાવી અનોખો કલાયજ્ઞ ચલાવી રહ્યા છે. સોરઠના સ્વાતંત્ર સેનાની પરિવારના હાલ સિકયુરીટીમેન તરીકે ફરજ બજાવતા મિતેષ લાભ શંકર વ્યાસ તેની કલા કસબીથી શ્રીફળની વેસ્ટ કાચલીઓમાંથી નયનરમ્ય કૃતિઓ અને જે કલાકૃત્યોને પુજા તથા અન્ય વસ્તુઓમાં સ્થાન મળે તેવું સર્જન ચલાવી રહ્યા છે. જૂનાગઢમાં વિશ્ર્વકમર્િ સોસાયટીમાં રહેતા મુળ ભુજના અને બાંટવાને તેની કર્મભુમી ગણાવતા તેમજ જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મિતેષભાઇ વ્‌યાસ તેની સર્જનાત્મક પ્રવૃતિઓમાંથી નાળીયેરની કાચલીઓમાંથી ખુબ જ બારીક આર્ટ વર્ક કરીને કશીકસી સાથે નીતનવી કલાકૃતિઓનું સર્જન કરે છે.
આજકાલ કાયર્લિય કલા પરિચય આપતા મિતેષ લાભશંકર વ્યાસે તૈયાર કરેલ કૃત્યોમાં વિવિધ એવા વૈષ્ણવોમાં પ્રિય એવા શ્રીનાથજી ભગવાન, શેષનાગધારી ભોળાનાથ, શિવલીંગ, તિપતિ બાલાજીનું આબેહમ તથા સંગીતના સાધનો એવા ડમ, વાજીંત્રો, ઢોલ, શરણાઇ સહિતના વિવિધ વસ્તુઓ તથા રોજીંદા ઘરમાં ઉપયોગ આવે તેવા મુખવાસ બોકસ, પેન સ્ટેન્ડ, વસ્તુઓ જોખવાના ત્રાજવા વગેરે ગીરીકંદરામાં બિરાજતા શ્રીનાથજી સહિતની વસ્તુઓ સ્વહસ્તે બનાવે છે.
મિતેષભાઈ વ્યાસ મો. 98987 61331ની આ વેસ્ટમાંથી બેસ્ટ અને કર્મ સંસ્કૃતિની ઉજાગર કરવાની આ કલાને જો કોઈ પ્લેટફોર્મ મળે તો કાંચલીની આ કામગીરીને વિશ્ર્વભરમાં જૂનાગઢ તથા સોરઠનું નામ રોશન કરી શકે છે.

પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મિતેષભાઇ વ્યાસની આ કામગીરી તથા કલાકૃતિને સ્વહસ્તે લિખીત પ્રમાણપત્ર આપી મિતેષભાઈની કામગીરીને બિરદાવી હતી.
આ ઉપરાંત મિતેષભાઈ વ્યાસે ભાઈ-બેહનોના પવિત્ર બંધન એવા રક્ષાબંધન નાળીયેરીપુનમ તરીકે ઓળખાય છે. તેવા રાખડીમાં પણ નાળીયેરની કાચલીઓનો ઉપયોગ કરી નવી ડીઝાઈન તથા કલરથી બનાવે છે. મિતેષભાઈ વ્યાસે ‘આજકાલ’ પ્રતિનિધિ સાથે વાત કરતા જણાવેલ કે રક્ષાબંધન એટલે કે નાળીયેરી પુનમ એટલે જ નાળીયેરની કાચલીથી જ રાખડી બનાવી અનોખો સંદેશો આપવા પ્રયત્ન કર્યો છે. મિતેષભાઈ વ્‌યાસ બાંટવાને પોતાની ધર્મભુમી તરીકે કરે છે તેમજ ગુજરાત સ્થાપ્ના દિવસની ઉજવણી તથા યુવક રાત દિવસ પણ તેઓ પોતાની કલાકૃતિ પ્રદર્શીત કરી લોકોની સરાહના મેળવી હતી.

print

Comments

comments

VOTING POLL