જૂનાગઢ આરટીઆેમાં રૂા.20ના રેડિયમ સ્ટીકરના 180 પડાવાતા રિક્ષાચાલકોમાં અસંતોષ

December 7, 2017 at 11:42 am


જૂનાગઢમાં આરટીઆે કચેરીમાં રૂા.20ના રેડિયમ સ્ટીકરના રૂા.180 પડાવાતા હોવાની રિક્ષાચાલકો સહિતના વાહનચાલકોમાંથી ફરિયાદ ઉઠતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
રિક્ષા, ટ્રક, બસમાં અકસ્માત નિવારણ માટે રેડિયમપટ્ટી લગાડવાનો નિયમ છે. આ રેડિયમ બજારમાં રૂા.20માં મળે છે પરંતુ આ રિક્ષાચાલકોમાં ગુલામભાઈ પડાયા, હિતેષ મહેતા, મહેબુબભાઈ નાગોરી, અસ્લમ પડાયા, અબ્દુલ કાદર ઘાંચીએ ફરિયાદ ઉઠાવી છે કે આરટીઆે કચેરીમાં પાસીગ વખતે એજન્ટ પાસેથી ફરજિયાત રેડિયમ લેવાનો આગ્રહ રખાય છે અને 180 રૂપિયા પડાવાય છે અને ટ્રક અને મોટા વાહનોમાં 150ના રેડિયમના 1500 ચૂકવવા પડે છે. રેડિયમ વગર પાસીગ ન થાય તો 300 રૂપિયાના દંડના સરકારે 5000 રૂપિયાનો દંડ ભરવો પડે છે તેમજ પુરતા કાગળો ન હોવાને કારણે રૂા.20 હજારથી વધુનો દંડ થાય છે. અત્યારે દંડ ન ભરનારાઆેની 100થી વધુ રિક્ષાઆે હેડ કવાર્ટરમાં પડી છે તો આની સામે પગલાં લેવા માગ છે.

print

Comments

comments

VOTING POLL