જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં મીટર ગેજ ટ્રેનો વધુ એક માસ સુધી બંધ

July 24, 2018 at 12:11 pm


તાજેતરમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં વ્યાપક વરસાદને કારણે નુકસાન પામેલી રેલવે લાઈનના સમારકામ સબબ ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા વધુ એક માસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ભાવનગર પરાના ડિવિઝનલ, કોમશિર્યલ મેનેજર માશૂક અહમદના જણાવવા મુજબ ઉપરોકત ત્રણે જિલ્લામાં મીટર ગેજ લાઈન ઉપર પસાર થતી વેરાવળ-દેલવાડા, વેરાવળ, જૂનાગઢ-દેલવાડા, જૂનાગઢ=અમરેલી, વેરાવળ-અમરેલી, જૂનાગઢ-અમરેલી-જૂનાગઢ, વેરાવળ-અમરેલી-વેરાવળ પસારથી અપ એન્ડ ડાઉન 10 ટ્રેનો ક્ષતિગ્રસ્ત પાટાની મરામત માટે એક મહિના સુધી બંધ રહેનાર છે. આ અગાઉ ગઈ સોમવાર સુધી મીટર ગેજ ટ્રેન વહેવાર બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. તેમાં આક માસનો વધારો કરાયો છે.

print

Comments

comments

VOTING POLL