જૂનાગઢ મહાપાલિકાને એકાએક શુરાતન ચડતાં 11 ગરીબ પરિવારો કડકડતી ઠંડીમાં બેઘર થયા

January 11, 2017 at 11:56 am


જૂનાગઢમાં કડકડતી ઠંડી વચ્ચે વિદાય થતાં મેયર જીતુભાઈ હિરપરાની દબાણ હટાવ શાખાને એકાએક શુરાતન ચડયું હોય તેમ માલેતુજાર બિલ્ડરોની એપાર્ટમેન્ટ સાઈટોના વિસ્તારમાંથી ગરીબ ઝૂંપડાવાસીઓનું ન્યુસન્સ હટાવવા માટે જ માત્ર મૌખિક સૂચના અપાયા બાદ 40 વર્ષથી રહેતા 11 જેટલા ગરીબ પરિવારોને પોલીસ રક્ષણ હેઠળ ઝૂંપડામાંથી બહાર કાઢી કોર્પોરેશને ઝૂંપડપટ્ટી સાફ કરી દેવાની ઘટનામાં ભોગ બનનાર પરિવારની મહિલાઓના આત્મવિલોપ્નના પ્રયાસ અને કોંગ્રેસના ઉગ્ર વિરોધ વચ્ચે એ-ડિવિઝન પીઆઈ રાઠોડને હાથો બનાવી ગરીબોને શિયાળાની કડકડતી ઠંડીમાં ઘરવિહોણા-બેઘર બનાવતા ભારે ચકચાર જાગી છે.

જૂનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓ પોતાને મળેલી સત્તાનો ઉપયોગ સ્વ વિકાસમાં કરતાં હોય તેવી અનેકવિધ ફરિયાદોમાં પૂર્વ મેયર લાખાભાઈ પરમાર અત્યારે 40 દિવસથી દલિતોના વિકાસ માટેનું ફંડ કોર્પોરેશનના પદાધિકારીઓએ ક્રીમ વિસ્તારમાં વાપરી નાખવાના મુદ્દે આંદોલન કરી રહ્યા છે. કોર્પોરેશનનું તંત્ર વગદારોના હિત માટે જ કામ કરતું હોય તેવી ફરિયાદો ઉઠે છે તે વચ્ચે ગઈકાલે જલારામ સોસાયટીમાં લોઢિયા વાડી નજીક 40 વર્ષથી રહેતા 11 પરિવારના મકાનો તોડી પાડી નાખવાની કાર્યવાહીનો ગઈકો ઉગ્ર વિરોધ કર્યો હતો. ડિમોલિશન રોકવા માટે 6 જેટલી મહિલાઓએ પોતાના શરીરે કેરોસીન છાંટતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.

લોઢિયાવાડી પાસે રહેતા ઝૂંપડાવાસીઓને બે દિવસ પહેલાં મૌખિક સૂચના આપી હટી જવાનું કહ્યું હતું. આ પહેલ કોર્પોરેશન તંત્રએ શૌચાલયના બહાને ઝૂંપડા ઉપર નિશાન કયર્િ હતા જે ખરેખર ડિમોલિશનની કામગીરીનો સર્વે હોવાનું સાબીત થયું હતું. ગઈકાલે બપોરે ઝૂંપડા નિવાસી બાળકો સ્કૂલે ગયા હતા. બપોરે પરત ફરતાં પરિવાર સહિત આખા ઝૂંપડા ગાયબ દેખાતા બાળકો પણ અવાચક થઈ ગયા હતા.

શિયાળાની કડકડતી ઠંડીમાં ગઈકાલે 11 પરિવારો અધર્િ દિવસમાં બેઘર બની ગયા હતા. અસરગ્રસ્ત પરિવારોએ કહ્યું હતું કે, 40 વર્ષથી રહીએ છીએ. કયારેય કોઈ ફરિયાદ થઈ નથી, તંત્રએ કોઈ નોટિસ આપ્યા વિના તડિમોલિશન કયર્નિો વસવસો વ્યકત કર્યો હતો. દબાણ શાખાએ જણાવેલ કે સાત માસ પહેલાં તમામને મૌખિક જાણ કરી હતી.ઝૂંપડાવાસીઓએ દિવાળી સુધીની મુદત માગી હતી પરંતુ ઝૂંપડાના દબાણ હટાવવા માટે લેખિત નોટિસની જર ન હોય ગઈકાલે કામગીરી કરવામાં આવી હતી. શહેરના જલારામ સોસાયટી, મોતીબાગ, ટિંબાવાડી, જોશીપરા સહિતના વિસ્તારોમાં બિલ્ડરો વોંકળા ઉપર ગેરકાયદે બિલ્ડિંગ ઉભા કરી દીધા છે, તેઓને 260/2 મુજબ નોટિસ અપાઈ હોવા છતાં એક પણ બાંધકામ હટાયું નથી ત્યારે મનપાને ગરીબોને બેઘર કરવાનું શુરાતન કેમ ચડે છે ?

print

Comments

comments

VOTING POLL