જેટ એરવેઝ કે લૂંટ એરવેઝ! રાજકોટથી મુંબઈની ટિકિટ રૂ.38000

August 31, 2018 at 2:47 pm


બોલીવૂડમાં 2014માં રીલીઝ થયેલી સલમાન ખાન અભિનિત ફિલ્મ ‘જય હો’નું એક ગીત સુપરહીટ થયું હતું. જેના શબ્દો કંઈક આવા હતા. ‘અપના કામ બનતા… ભાડ મેં જાયે જનતા… ગુંગે-બહેરોકી નગરી… કૌન કિસકી સુનતા…’ ગઈકાલે આ ફિલ્મી ગીત જેટ એરવેઝની ફલાઈટમાં રાજકોટથી મુંબઈ જતાં મુસાફરોએ મનોમન ગુનગુનાવ્યું હતંુ ! વાત એમ બની કે, ગઈકાલે રાજકોટથી મુંબઈ જતી ફલાઈટના મુસાફરો પાસેથી ટીકીટ પેટે રૂા.31000 થી રૂા.38000 સુધીની રકમ વસુલવામાં આવી હતી. જન્માષ્ટમીના ફેસ્ટીવલ ફીવરના કારણે ટ્રાફીક વધતાની સાથે જ એર લાઈન્સે ઉઘાડી લૂંટ શરૂ કરી છે અને ‘રાજા’ કહેવાતા ગ્રાહકો ટીકીટ મેળવવા ‘બિચારા’ બની રહ્યા છે.

દરમિયાન એર લાઈન્સે ચલાવેલી ઉઘાડી લૂંટનો ભોગ બનેલા મુસાફરોએ ‘આજકાલ’ સમક્ષ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાજકોટથી મુંબઈની એર ટીકીટ પેટે તેમણે રૂા.31000 થી 38000 સુધીની રકમ ચુકવવી પડી હતી! મુસાફરોએ દુખસભર અવાજમાં જણાવ્યું હતું કે, રાજકોટથી મુંબઈ જવા ઈચ્છુક મુસાફરોએ નાછૂટકે ટીકીટના નિયમીત દર કરતા વધુ રકમ ચુકવવા ફરજ પડી હતી. દર વર્ષે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં આવી સ્થિતિ સજાર્ઈ છે અને રાજકોટવાસીઆે લંૂટાઈ છે. નિયમીત એર ટ્રાવેલ કરતા હોય અને ફ્રિકવન્ટ ફલાયર કાર્ડ ધરાવતા હોય તેવા મુસાફરોને પણ ગરજના ભાવ ચુકવવા ફરજ પાડવામાં આવે છે તેમ મુસાફરોએ જણાવ્યું હતું.

રાજકોટના મેયરથી લઈને સાંસદ સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિઆે, રાજકોટ ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ગ્રેટર ચેમ્બર, રાજકોટ એન્જીનીયરીગ એસો. સહિતની વ્યાપાર ઉદ્યાેગ જગતની સંસ્થાઆે આ મામલે ભેદી મૌન સેવી રહી હોય મનફાવે તેવા ભાડા વસુલતી એરલાઈન્સ કંપનીઆેને મોકળુ મેદાન મળી રહ્યું છે. રાજકોટની ગ્રાહક સુરક્ષા સંસ્થાઆે પણ આ મુદ્દે આગળ આવે તે ઈચ્છનીય છે. એરલાઈન્સની આવી હરકતો સામે ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ કરી શકાય છે. ભુતકાળમાં અમુક ગ્રાહકોએ કેસ કર્યા છે અને જીત પણ મેળવી છે પરંતુ લાંબી કાનુની પ્રક્રિયા અને વર્ષો સુધી ચાલતા કેસથી કંટાળી મુસાફરો કેસ કરવાનું ટાળતા હોય છે. રાજકોટના વ્યાપાર ઉદ્યાેગ જગતના સંગઠનો અધિકારીઆેને પુષ્પગુચ્છ ભેટ આપવા સિવાયની જાહેર હિતની પ્રવૃતિ પણ કરે તેવી લોક માંગણી છે.

print

Comments

comments

VOTING POLL