જેતપુરના પટેલ યુવાનનું અપહરણ કરી સાત શખસોનો હુમલો

August 29, 2018 at 12:03 pm


જેતપુરમાં જાગૃતિ હરીદર્શન એપાર્ટમેન્ટમાં રહેતો અને મુળ ગાેંડલના મોટા દડવા ગામનો પટેલ યુવાન ગઈકાલે સવારે પેઢલા ગામે હતો ત્યારે સાત શખસોએ અપહરણ કરી ખુરશીમાં બાંધી ધોકા-પાઈપ વડે ઢોરમાર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવના પગલે પોલીસે તપાસ કરતા મોટા દડવા ગામેથી યુવતી લાપત્તા હોય તેને ભગાડી ગયાની શંકાએ યુવતીના પિતા સહિતનાએ ઢોરમાર માર્યાનું બહાર આવતા પોલીસે ગુનો નાેંધી આરોપીઆેને ઝડપી લેવા દોડધામ કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જેતપુરમાં રહેતો અને જેસીબી ચલાવતો સુરેશ માવજી વેકરીયા નામનો પટેલ યુવાન ગઈકાલે સવારે પેઢલા ગામે હતો ત્યારે અરજણ ખુંટ, જેન્તી ખુંટ, પ્રવિણ ખુંટ, ટીનો વાળંદ સહિતનાએ તેનું અપહરણ કરી પેઢલા ગામની સીમમાં આવેલ પ્રવિણના મકાનમાં લઈ જઈ ખુરશીમાં બાંધી ઢોરમાર મારી પતાવી દેવાની ધમકી આપ્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નાેંધાવતા પીએસઆઈ જાડેજા સહિતના સ્ટાફે ગુનો નાેંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL