જેતપુરના વાડાસડા પાસે કારમાં વિદેશી દારૂની 9ર બોટલ સાથે સુરતનું દંપતી ઝડપાયું
જેતપુર તાલુક પોલીસે પેટ્રાેલીગ દરમિયાન વાડાસડા પાસે કારમાંથી વિદેશી દારૂની 9ર બોટલ સાથે સુરતના દંપતીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સૂદે ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંતીય ઇંગ્લીશ દારુની બદ્દીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જેથી પો.સબ.ઇન્સ એચ.એ.જાડેજા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીગમાં હતાં તે દરમિયાન લીલાખાથી વાડાસડા તરફ એક બ્રાઉન કલરની કાર રજી.નંબરઃ 0પ-9774 વાળી આવતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી માર્કવાળો કંપનીની શીલ પેક 7પ0 એમ.એલ. માપની રોયલ સ્ટેગ વ્હીસ્કી લખેલ બોટલ નં.44 તથા 180 એમ.એલ.નાં ચપલા 48 મળી કુલ કિંમત રૂા.18000/- તથા કાર કિં.રૂા.1પ0000/- મળી કુલ રૂ.16800/-નો મુદ્દામાલ મળી આવેલ તેમજ કારમાંથી (1) મહિપતભાઇ જોરસંગભાઇ ઘેલડા (રહે.સુરત) (ર)અમીશાબેન વા/આે મહિપતભાઇ જોરસંગભાઇ ઘેલડા (રહે. સુરત)ની ઘરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કામગીરીમાં પો.સબ.ઇન્સ. એચ.એ.જાડેજા તથા હેડ કોન્સ ભુરાભાઇ તથા પો.કોન્સ. રાજુભાઇ તથા હાદિર્કભાઇ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.