જેતપુરમાં લોકમેળામાં આ વર્ષે ચકડોળ સહિતની આઈટેમોમાં ભાવબાંધણું

August 12, 2017 at 11:59 am


જેતપુર શહેરના જીમખાના મેદાનમાં સંસ્થા દ્વારા યોજાતા લોકમેળામાં આ વર્ષે ચકડોલ, ફજેત ફાળકા સહિતની આઈટેમોમાં ભાવ બાંધણું કરવાની મામલતદારે ખાતરી આપી છે આ તકે શહેરમાં પણ ફરસાણના વેપારીઆેની બેઠક બોલાવીને નવા ભાવો નક્કી કરાશે તેમ જણાવાયું હતું.શહેરના જીમખાના મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો વારાફરતી વારામાં શહેરની ખાનગી સંસ્થાઆે દ્વારા યોજાય છે, ઉંચાભાવ વસુલવા બાબતે તેમજ મેળાના સંચાલકો મેળાનો વીમો પણ લેતાં ન હોવા અંગે મામલતદાર આર.એચ.વડુકીયાને પુછતા તેઆેએ જણાવેલ કે, મેળાનાં સંચાલકોને આ અંગે બોલાવીને ભાવ નિયમનની સૂચના આપવામાં આવશે. તેમજ મેળાની સુરક્ષા અને વીમા અંગે શું પગલાં લીધેલ છે તેનો પણ ખુલાસો પુછવામાં આવશે સાથે શહેરમાં તહેવાર નિમિતે ફરસાણના ભાવનું બાંધણું કરવા માટે ફરસાણના વેપારીઆેને પણ બોલાવીને સૂચના આપવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL