જેતપુરમાં હાર્દિકના સમર્થકો બન્યા હિંસક: શાંતિ ડહોળવાનો પ્રયાસ

February 22, 2017 at 4:33 pm


જેતપુરના સરદાર ચોક ખાતે ગઈકાલે હાર્દિક પટેલના કાફલાને એલપીએસ કાર્યકરો વચ્ચે બોલી ગયેલી બઘડાટી પ્રકરણમાં પોલીસે પાસના 15 કાર્યકરોની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. દરમિયાન નાસી છૂટેલા 22થી વધુ જેટલા શખસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે બઘડાટી વખતે પોલીસે પહોંચી જઈ મામલો કાબૂમાં લીધો ત્યારે પાસના કાર્યકરો પાસેથી તેમજ તેમની કારમાંથી ધોકા, લાકડી, પાઈપ સહિતના શસ્ત્રો કબજે લેવાયા હતા.
ગઈકાલે દેવકીગાલોળ ગામે પાસના આગેવાન હાર્દિક પટેલનો કાફલો જવા નીકળ્યો હતો ત્યારે બપોરે 3-30 વાગ્યા આસપાસ કાફલો સરદાર પટેલ ચોક ખાતે પહોંચ્યો ત્યારે જેતપુર લેઉવા પટેલ સમાજ ગ્રુપ (એલપીએસ) દ્વારા હાર્દિકના કાફલા સામે સૂત્રોચ્ચાર અને તેણે પાસમાં ઉદ્યોગપતિ અને વેપારીઓ પાસેથી ફાળો ઉઘરાવી કરોડો પિયાની ગેરરીતિ આચરી હોવાનું જણાવી હિસાબ માગતા સૂત્રોચ્ચારો કયર્િ હતા તેમજ હાર્દિકની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો તે વખતે જ હાર્દિકના કાફલાની અન્ય કારમાંથી કાર્યકરો ધોકા, લાકડી, પાઈપ સાથે એલપીએસના કાર્યકરો ઉપર ધસી જઈ હમલો કરતાં બઘડાટી બોલી ગઈ હતી અને આસપાસની દુકાનો ફટાફટ બંધ કરી નાસભાગ મચી ગઈ હતી.

દરમિયાન પોલીસ કાફલો તુરંત જ સ્થળ પર પહોંચી જતાં પાસના 15 જેટલા કાર્યકરોને ધોકા, લાકડી, પાઈપ સહિતના શસ્ત્રો સાથે રાઉન્ડ-અપ કરી લઈ કાફલામાની કારની તલાશી લેતા તેમાં જુદી જુદી ગાડીઓમાંથી પણ લાકડીઓ, પાઈપ, ધારીયા સહિતના હથિયારો કબજે કયર્િ હતા. ત્યારબાદ હાર્દિક પટેલ વગેરે દેવકીગાલોળ તરફ રવાના થયા હતા. દરમિયાન આ બાબતે પોલીસે હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પોપટભાઈ કોટડિયાની ફરિયાદ પરથી પકડાયેલા 15 સહિત 37થી વધુ શખસો સામે આઈપીસી કલમ 341, 143, 147, 148, 149, 120-બી, 188 તથા ગુજરાત પોલીસે 135 મુજબ ગુનો નોંધ્યો હતો જેમાં પાસના ક્ધવીનર હાર્દિક પટેલ દેવકીગાલોળ ગામે દર્શન કરવા જનાર હોવા બાબતે જેતપુરના એલપીએસ કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પાસના કાર્યકરોના અગાઉથી નકકી થયા મુજબ કાફલો સરદાર પટેલ ચોક ખાતે પહોંચ્યો ત્યારે ત્યાં દેખાવો કરી રહેલા એલપીએસના કાર્યકરો અને હાર્દિકની કાર રોકવાનો પ્રયાસ કરતાં કાર્યકરો ઉપર પાસના માણસોએ કારમાંથી લાકડી અને ધોકા સહિતના હથિયારો સાથે ઉતરી પડી એલપીએસના કાર્યકરો ઉપર ધસી જઈ અસલામતીનું વાતાવરણ તેમજ આતંક મચાવી જૂનાગઢ હાઈ-વે પરના વાહનો રોકાવી ઉપરાંત સરદાર ચોકની દુકાનો જબરદસ્તીથી બંધ કરાવી કાયદો અને વ્યવસ્થા ખોરવી નાખવાના ઈરાદા સાથે પ્રાણઘાતક હથિયારો સાથે ઉતરી પડયાનો ગુનો નોંધ્યો હતો તેમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

પકડાયેલા પાસના કાર્યકરોમાં મનોજ પ્નારા-મોરબી, હાર્દિક સવસાણી-માણાવદર, પિયુષ પરસાણીયા-માણાવદર, એસ.ટી. ચાવડા, જનક માથોડિયા-બન્ને બોટાદ, કલ્પેશ ચનિયારા-ગોંડલ, કિશોર ફડદળિયા-મોવિયા, અક્ષય અઘેરા, નિરવ ભાગીયા-બન્ને ટંકારા, કાળુ માકડિયા-માણાવદર, વિજય પટેલ-અમદાવાદ, ગૌતમ ચોવટિયા-ગોંડલ, દિવ્યેશ ચાંગેલા-મોવિયા, પી.ડી. દુદાણી-મોવિયા, પ્રવીણ પટેલ-લાઠીદડ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નાસી છૂટેલા અન્યોમાં મિલન, એલ.ડી. ઠુંમર, મહેશભાઈ ખૂંટ, પ્રકાશ સવસાણી, પંકજ પટેલ, દિલીપ સાખવા, બ્રિજેશ પટેલ, હેમાંગ પટેલ, કેતન પટેલ, અમીત પટેલ, દિનેશ બાંભણિયા-કમળાપુર, સુનિલ ખોખરિયા-આટકોટ, કલ્પેશ પટેલ-જસદણ, લલિત વસોયા-ધોરાજી, ભાવેશ બુટાણી, પરેશ વોરા સહિતના 22થી વધુ શખસોની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

નટુ પટેલના અપહરણની ફરિયાદ
જેતપુરમાં ગઈકાલે સરદાર ચોક ખાતે પાસના આગેવાનોએ દેખાવ કરી રહેલા એલપીએસ કાર્યકરો ઉપર હમલો કર્યો હતો તે વખતે ત્યાં દેખાવકારોની સાથે નટુ ગાંડાભાઈ બુટાણી નામના યુવાનને પાસના કાર્યકરો બળજબરીથી ઉઠાવીને કારમાં ઉપાડી ગયા હોવાની જેતલસરના લેઉવા પટેલ અગ્રણી અમીતભાઈ કેશુભાઈ ભૂવાએ ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપીઓ તરીકે દિલીપ સાબવા, બ્રિજેશ પટેલ, હેમાંગ પટેલ, કેતન પટેલ ઉર્ફે કાંધલ વગેરેના નામો આપ્યા છે.

print

Comments

comments

VOTING POLL