જેતપુરમાં RTO કેમ્પમાં મિલિભગતથી એજન્ટોના માધ્યમથી બેફામ લૂંટ

April 21, 2017 at 12:43 pm


જેતપુરમાં ગઈકાલે યોજાયેલા આરટીઓ કેમ્પમાં વાહન પાસિંગ, રિન્યુ સહિતની કાર્યવાહીમાં મિલિભગતથી વાહન ધારકો પાસેથી જબરા નાણા પડાવી લેવાનું ષડયંત્ર બહાર આવ્યું હતું. જો કે આરટીઓ કેમ્પ સ્થળે પત્રકારોનું આગમન થયું હોવાની વાત ફેલાતા તુરત એજન્ટો ભોભીંતર થઈ ગયા હતાં.

ગુજરાત સરકાર દ્વારા ઘણા સમયથી આરટીઓમાં વાહન માલિકો તેમજ નવા ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માટે વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવાતી આરટીઓ એજન્ટ પ્રથા જ બંધ કરાવી દીધી હતી. પરંતુ એજન્ટ પ્રથા બંધ કરાવાના કાયદાની અમલવારી કરાવવાનું સરકારે જે તે આરટીઓ કચેરી પર છોડ્યુ છે. જેને કારણે જે તે કચેરી પોતાને લાખોનો આર્થિક ફાયદો પહોંચાડતા એજન્ટોને જાકારો કંઇ રીતે આપે જેને કારણે એજન્ટ પ્રથા બંધનો કાયદો માત્ર કાગળ પર જ રહ્યો અને વાહન ચાલકોને આરટીઓ એજન્ટ દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટરની મિલિ ભગતથી લૂંટવાનું ચાલુ જ રહ્યું છે. વાહન ચાલકોને નવા વાહન પાસિંગ રિન્યુ પાસિંગ તેમજ વાહનના વીમા ભરવામાં આરટીઓ એજન્ટ દ્વારા કોઈ પણ જાતની પહોંચ આપ્યા વગર માંગ્યા મોઢે પૈસા ઉઘરાવી ગ્રાહકો સાથે આરટીઓ એજન્ટ રીતસરની છેતરપિંડી આચરતા હોવાની વાહન ચાલકો દ્વારા જેતપુરના પત્રકારોને રજૂઆત ગઇકાલે આરટીઓના જેતપુર ખાતેના કેમ્પમાં વાહન માલિકોની ફરિયાદના અનુસંધાને જતા ત્યા વાહનોની કોઈ પણ જાતની તપાસ વગર સાથે રહેલ એજન્ટ જે રીતે સૂચના આપે તે રીતે વાહનોના પાસિંગ કરી આપવામા આવતુ હતું જયા ઘણા વાહન માલિકો દ્વારા કોઈ પણ જાતની પહોંચ આપ્યા વગર સરકારે વાહનોના વીમા તેમજ પાસિંગ માટે નિર્ધિરિત કરેલ ભાવ કરતા અનેક ગણા ઉઘરાવ્યા હોવાની ફરિયાદ કરતા આરટીઆઇ ઇન્સ્પેકટર પ્રજાપતિએ તેમાં ‘હૂ શુ કરૂ તમે વધુ પૈસા લીધા હોવાની પોલીસ ફરિયાદ કરવા’નું જણાવી પોતાના હાથ ઉંચા કરી લીધા હતાં. એજન્ટ પ્રથા બંધ હોવા છતાં કેમ્પમાં એજન્ટો શું કામે હાજર છે તેમ પૂછતા પોતે કોઈ એજન્ટને ઓળખતો ન હોવાનું જણાવી પોતાનો તેમજ એજન્ટોનો બચાવ કર્યો હતો.
પત્રકારોને કારણે બધા આરટીઓ એજન્ટો કેમ્પ છોડી નાશી ગયા હતાં. આ કેમ્પમાં આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા નીચે સાયલન્સર રાખી ધૂળની ડમરી ઉડાવતી અને કાન ફાડી નાખી તેવા અવાજ કરતી છકડો રીક્ષાઓ પણ પાસિંગ કરી દીધી હોવાનું ઉપસ્થિત વાહન માલિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.અનેઆર ટી ઓ એજન્ટ પોતાની ફાઈલો આર ટી ઓ ઈંસ્પેક્ટર ને આપતા નજરે ચડયા હતા.
કેમ્પમાં વાહન ચાલકો પાસે થી મોટી રકમ ફી ના નામે ઉધ્રાવી ને અભણ લોકો ને એજન્ટ અને અધિકારીઓની મિલિ ભગત સામે આવી હતી.

print

Comments

comments

VOTING POLL