જેતપુર પાસે સેન્ટ્રો કારમાં દેશી દારૂના ૨૭ બાચકા ઝડપાયા: બુટલેગર છનન

February 2, 2018 at 11:57 am


જેતપુર તાલુકા પોલીસે મળેલ બાતમીના આધારે પેટ્રાેલીગ દરમિયાન ચાંપરાજપુર રેલવે ફાટક પાસેથી સેન્ટ્રાેકારમાંથી દેશી દારૂનો 27 બાચકા જથ્થો ઝડપી લીધો હતો. જો કે બુટલેગર જૂનાગઢનો શખસ ભાગી છુટવામાં સફળ રહ્યાે હતો.

પ્રાપ્ત વિગતો મુજબ એસ.પી.અંતરીપ સુદની દારૂની બદી નેસ્તનાબુદ કરવાની સુચના જેતપુર તાલુકામાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.એચ.જાડેજા અને સ્ટાફે પેટ્રાેલીગ દરમિયાન મળેલ ચોકકસ બાતમીના આધારે ચાંપરાજપુર રેલવે ફાટક પાસે જીજે11 એસ 0282 નંબરની કબુતરી રંગની સેન્ટ્રાે કારને રોકતા તેમાંથી દેશી દારૂના બાચકા નંગ 17 દરેકમાં 30 લીટર દારૂ કુલ રૂા.16200નો જથ્થો એક મોબાઈલ કબજે કર્યો હતો. પોલીસે કાર રોકી ત્યારે સમીર અહેમદ આરબ રહે.દાતાર રોડ, જૂનાગઢનો શખસ ભાગી છુટવામાં સફળ રહ્યાે હતો. પોલીસે કાર દારૂ સહિત 1.17 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કાર લવરમુછીયો સગીર શખસ ચલાવી રહ્યાે હોય તેને રાજકોટ બાળ અદાલતના હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે પોલીસે ભાગી છુટેલ બુટલેગર સમીર અહેમદ દારૂ મગાવનાર હરસુખ ઉર્ફે દાસ ગોહીયા, કાળા દેવા રબારી અને શીવો દેવીપુજક રહે.જૂનાગઢ વિગેરે પાંચ શખસો સામે ધોરણસરની કાર્યવાહી કરી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં હેડ કોન્સ. બીએચ માલીવાડ, રાજુભાઈ શામળા, દિનેશભાઈ ખાટરીયા પણ સાથે રહ્યા હતાં.

print

Comments

comments

VOTING POLL