જેતપુર બહુચચિર્ત ખંડણી પ્રકરણમાં વધુ એક શખસ ઝબ્બે

June 13, 2018 at 4:01 pm


જેતપુરમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયેલી પોરબંદરની ગેંગ દ્વારા વેપારીઆે અને ઉદ્યાેગપતિ પાસેથી ખંડણી માગવાના બહુચચિર્ત પ્રકરણમાં એલસીબીએ વધુ એક શખસને પકડી પાડતા સનસનાટી મચી જવા પામી છે. દરમિયાન ખંડણી પ્રકરણમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને એલસીબીએ બે દિવસમાં હાજર થવા સમન્ય મોકલાવ્યું હતું. જે ગઈકાલ સુધીમાં હાજર થયો ન હોય આજ સાંજ સુધીમાં હાજર ન થાય તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. તેમજ ખંડણી પ્રકરણમાં નાસતા ફરતા આરોપીઆેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જેતપુરમાં વેપારીઆે અને ઉદ્યાેગપતિઆે પાસેથી ધાકધમકી આપી ખંડણી ઉઘરાવવાના મામલે ઉગ્ર પ્રત્યાઘાત પડતા પોલીસે પોરબંદરની ગેંગ સામે ગુનો નાેંધી ત્રણ શખસોને ઉઠાવી લીધા હતા. દરમિયાન ગઈકાલે એલસીબીએ ખંડણી ગેંગના વધુ એક આરોપી કુતિયાણાના મોડગર ગામનો પરબત આેડેદરાને રાજકોટમાંથી ઝડપી લઈ આકરી પુછપરછ હાથ ધરી છે. દરમિયાન ખંડણી પ્રકરણમાં વોન્ટેડ આરોપીઆેને પકડી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે. દરમિયાન ખંડણી પ્રકરણમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને એલસીબીએ હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. બે દિવસમાં હાજર ન થાય તો કાયદેસરની કાર્યવાહી કરશે. જેમાં ગઈકાલે આખો દિવસ હાજર ન થતાં આજ સાંજ સુધીમાં હાજર ન થાય તો પોલીસ આગળની કાર્યવાહી કરશે.

print

Comments

comments

VOTING POLL