જેતપુર: સરદાર પટેલ વિરૂધ્ધ ઉચ્ચારણ મુદ્દે તનાવ

July 17, 2017 at 12:53 pm


ગત સપ્તાહમાં સરદાર વંભભાઈ પટેલ મુદ્દે વિવાદાસ્પદ ઉચ્ચારણો સોશિયલ મિડીયામાં વાઈરલ થયા મુદ્દે છેલ્લા બે ત્રણ દિવસના ઘટનાના સીલસીલામાં જેતપુરમાં તનાવગ્રસ્ત સ્થિતિ ઉભી થઈ છે જેમાં બે દિવસ પહેલા સરદાર પટેલ એસોસીએશન વિદ્યાર્થી સમિતિ ઉપર થયેલા હુમલાના આરોપીઆેને પોલીસ દ્વારા પકડવામાં નહી આવતા આજે સરદાર પટેલ ચોક ખાતેથી સરદાર પટેલ એસોસીએશનના નેજા હેઠળ રેલી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ થતાં તનાવગ્રસ્ત સ્થિતિ ઉભી થતાં જેની જાણ થતાં એસપી અંતરીપ સુદ અત્રે આવી પહાેંચ્યા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ કોઈ લોકસાહિત્યકાર દ્વારા સરદાર પટેલ વિશે વિવાદાસ્પદ ઉચ્ચારણ મુદ્દે વાયરલ થયેલા વિડીયોના પગલે જેતપુર સરદાર પટેલ એસોસીએશનની સરદાર પટેલ વિદ્યાર્થી સમિતી દ્વારા આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ વખતે કેટલાક માથાભારે શખસો દ્વારા વિદ્યાર્થીઆે ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ શખસોને પકડીને તેમની સરભરા ન થાય તો બે દિવસ બાદ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. જે મુજબ આજે જેતપુર સરદાર પટેલ એસોસીએશનના પ્રમુખ રવીભાઈ આંબલીયાની આગેવાનીમાં સરદાર ચોકથી રેલી કાઢીને સુત્રોચ્ચાર શરૂ કરાયા હતાં જે અનુસંધાનમાં જેતપુરમાં તનાવ ઉભો થયો હતો. જો કે આ બાબતે જાણ થતાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તેમજ એસપી અંતરીપ સુદ જેતપુર દોડી આવ્યા હતાં.

print

Comments

comments

VOTING POLL