જેન્તીની જન્મ જયંતી

April 21, 2017 at 2:20 pm


ભીખેશ્ર્વર જન્મ જયંતી એટલે કે શ્રી ભીખાલાલ ભટ્ટના જન્મદિન નિમિત્તે આજે શાળા-કોલેજો બંધ રહેશે તથા સરકારી કચેરીઓમાં રજા રહેશે. થોડા દિવસ પછી વનેચંદ નિવર્ણિ દિવસ આવી રહ્યો છે અને તે નિમિત્તે પણ સરકારી કચેરીઓ અને બેન્કો બંધ રહેશે. કદાચ એવું પણ બને કે આવનારા દિવસોમાં પ.પૂ.ધ.ધૂ.1008 શ્રી જેન્તીલાલ પારેખના પ્રાગટય દિવસ નિમિત્તે રજા જાહેર કરવામાં આવે. આપણે ત્યાં આવું કંઈપણ થાય તો નવાઈ પામવા જેવું નહીં રહે કારણકે રજાઓના મામલામાં આપણું કેલેન્ડર ઘણું બધું સમૃધ્ધ છે. અંગ્રેજી કેલેન્ડરમાં તો ઓછું જોવા મળે છે પરંતુ દેશી કેલેન્ડરના પાનાઓમાં જાત જાતની અને ભાત ભાતની જયંતીઓ અને નિવર્ણિ તિથિઓ જોવા મળે છે અને આપણા સરકારી જમાઈઓ આવા દિવસોને રજાના સ્વપે ખુબ જ માણે છે. આપણે ત્યાં કામ કરવાના દિવસો કરતાં રજાના દિવસો ઘણી વખત વધી જાય છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હમણા બેધડક કહી દીધું કે મોટા મોટા મહાનુભાવોના નામે જે રજાઓ જાહેર કરવામાં આવી છે તે રદ કરવામાં આવશે.

આપણે ત્યાં ગુજરાતમાં પણ સરકારી રજાઓની યાદી જોવામાં આવે તો ઘણું બધું આશ્ર્ચર્ય થશે. આપણી મરજીયાત રજાઓમાં ગુ ગોવિંદસિંહ જન્મજયંતી, વિશ્ર્વકમર્િ જન્મજયંતી, હાટકેશ્ર્વર જયંતી, ગુ અર્જુનદેવ જન્મજયંતી, મહાપ્રભુજી પ્રાગટયોત્સવ, થરથોસ્તનો દિશો, શબ-એ-બારાત, ગાથા ગહમ્બર, ખોરદાદ સાલ, ઓણમ, રોશ હાસાના, કીપ્પુર આરંભ પૂર્વનો દિવસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય પણ મહાનુભાવોના નામ વાળી બાબા આંબેડકર જન્મજયંતી, પરશુરામ જયંતી, ગાંધી જન્મજયંતી, સરદાર જયંતી, ગુનાનક જયંતી, મહાવીર જયંતી વગેરે રજાના દિવસો ગણવામાં આવે છે. ઘણા તો અખબારમાં છપાયેલી રજાઓની યાદીને કાપલી સ્વપે હંમેશા ખીસ્સામાં રાખે છે (જેથી રજાનું પ્લાનીંગ કરવાની ખબર પડે) ઉત્તર-પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્રનેતાઓના જન્મદિવસની રજા રદ કરવા કરેલો અનુરોધ ખૂબ જ નોંધપાત્ર છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ વિવિધ નેતાઓના જન્મદિવસની 38 રજા છે. જ્યારે રાજસ્થાનમાં 28, બિહારમાં 21 અને કેરળમાં 18 તથા મધ્ય પ્રદેશમાં 17 જાહેર રજા છે. જે માત્ર દિગ્ગજ નેતાના જન્મદિવસની છે. આ તો માત્ર એક જ હેતુની રજા થઈ, પરંતુ અન્ય રજા કેટલા પ્રમાણમાં છે? શિક્ષણ કાર્ય 360 દિવસમાંથી માત્ર 220 દિવસ જ થાય છે. એટલે કે 120 દિવસ તો માત્ર રજાના છે. તેમાં ઉનાળું વેકેશન – દીપોત્સવીના તહેવારનું વેકેશન – જાહેર તહેવારની રજા – શિક્ષકો રજા પર હોય તે વખતે વર્ગમાં શૂન્યાવકાશ આવી રીતે અનહદ પ્રમાણમાં રજા આપવામાં આવે છે. જાણે કે સમગ્ર દેશ રજાઓના માહોલમાં જ હોય છે તેવું વાતાવરણ છે. પંજાબના સામાન્ય શાળાના વિદ્યાર્થી પૈકી કેટલા સરદાર પટેલ પર 10 વાક્ય બોલી શકાશે? તેવી જ રીતે કેરળની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી નેતાજી સુભાષચંદ્ર બોઝ પર જાણકારી ધરાવે છે તેટલું કોઈ પૂરા વિશ્ર્વાસ સાથે કહી શકશે? ટીકા કરવાનો અર્થ નથી, પરંતુ મહાન નેતાઓના જન્મદિવસને માત્ર રજામાં ટ્રાન્સફર કરવામાં આપણે એક પ્રજા તરીકે ઘણો મોટો ફાળો છે. રજા એટલા માટે હોય છે કે મહાન પુરુષના કાર્ય અને તેના સિદ્ધાંતનું અનુસરણ કરવા હોમવર્ક કરવાની તક મળે. પરંતુ આપણે ત્યાં પ્રજાની માનસિકતા રજાને દિવસે નાટક-સિનેમા જોવાની અને મોજમજા કરવાની રહી છે. 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીએ યોજવામાં આવતા ધ્વજવંદનમાં કેટલા નાગરિકો સ્વૈચ્છિક રીતે હાજર રહે છે? આ તહેવાર રાષ્ટ્રીય તહેવાર હોવા છતાં આપણને તેની કોઈ કિંમત કે ગણના નથી.

આજે વર્ષોથી 2 ઓક્ટોબર ગાંધી જયંતી અને 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે, પરંતુ તેનો અર્થ શું? 14 નવેમ્બર પંડિત નેહરુનો જન્મદિવસ બાળદિવસ તરીકે ઉજવાય છે. પરંતુ માત્ર કાર્યક્રમ સિવાય તેનું કોઈ જ મહત્ત્વ નથી. તેના બદલે રજા નાબૂદ કરીને હવે કંઈક નવા સ્વરૂપે તેના સત્ત્વને આકાર આપવો જોઈએ. તમામ બાબતો અંગે નવેસરથી કામગીરી અને વિચારણા કરવાની જરૂરત છે. આટલી વાત થઈ છે તે દેશભરની શિક્ષણ સંસ્થાઓને લાગુ પડે છે. પરંતુ રજાઓનો અતિરેક વહીવટી અને ઓફિસને લગતી કામગીરીમાં પણ જોવા મળે છે. સરકારી વિભાગો તે રજાઓના ભારને કારણે તદ્દન કમજોર દેખાય છે. કોઈક વખતે તો શનિ-રવિનો મેળ બેસાડવામાં આવે તો 30 દિવસમાંથી 10 થી 12 તો રજા હોય છે. સતત બે-ત્રણ દિવસ ઓફિસ બેન્ક અને નાણાકીય સંસ્થા બંધ રહે તો શું હાલહવાલ થાય? તમામ વ્યવહાર અટકી પડે છે. રજા પછીના દિવસે બેન્કમાં તેમ જ નાણાકીય કામકાજ કરતી સંસ્થામાં શું પરિસ્થિતિ હોય છે? કોઈ બેન્કના અધિકારીને પૂછી જોવાનું રહે છે કે શનિ-રવિની રજા બાદ સોમવારે શું હાલત થાય છે? કામકાજનું દબાણ હોય છે અને વિવાદ-ઝઘડા થાય છે. દરેકને તાત્કાલિક ધોરણે પોતાનું કાર્ય થાય તેમ દલીલ હોય છે. કારણ વગર જ વાતાવરણ કલુષિત થતું હોય છે. દેશની વિશાળતા જોતાં વ્યવહારો લાખોની સંખ્યામાં થાય છે તેવે વખતે ઘર્ષણ પણ તેટલું જ વ્યાપક હોય છે. સંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરનારને પરચૂરણ રજા – બીમારીની રજા, ખાસ રજા – તહેવારની રજા મળીને કાર્ય શું કરવાનું રહે છે? વળી જવાબદારી તો ક્યાંય દેખાતી નથી તેવું ચારેતરફ જોવા મળે છે. પરંતુ બરબાદી તો પ્રજાના નાણાંની થઈ રહી છે. કરદાતાના નાણાં વપરાય છે ત્યાં કોઈની જવાબદારી નિશ્ર્ચિત થઈ શકતી નથી. આથી જ રજા બાબતે એક રાષ્ટ્રીય સ્તરની ચચર્િ અનિવાર્ય બની છે. આટલી વ્યાપક સંખ્યામાં રજા ભારત જેવા ગરીબ દેશને પોસાય તેવી નથી. રજાઓ અંગેની બાબત વિવિધ રાજ્યોના સહકારથી કેન્દ્ર સરકાર નક્કી કરે છે. દક્ષિણના રાજ્યોમાં પોંગલ અને ગુજરાતમાં મકર સંક્રાંતિની રજા હોય છે. તેવી જ રીતે બંગાળમાં દુગર્પિૂજા અને મહારાષ્ટ્રમાં ગણેશ જયંતીની રજા હોય છે. આ રીતે જોવામાં આવે તો ઘણી જ અટપટી બાબતો તેમાં છે. છતાં કેટલીક રજાઓ નાબૂદ કરવાની જરૂર છે. તેમ જ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વધારે સમયનું રોકાણ થાય તેમ કરવું રહ્યું. ધાર્મિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય હોવાને કારણે રજાનું પ્રમાણ વધારે છે તે વાતનો સૌ કોઈ સ્વીકાર કરે છે, પરંતુ રજાના હેતુ અને ઉદ્દેશ્યને સાંકળી લેતી બાબત રજાના દિવસે હોવી જોઈએ. ગાંધી જયંતીએ કમસે કમ ગાંધીજીના કાર્ય પર થોડું ચિંતન અને મનન પણ હોવું જોઈએ. આવું કંઈ થાય નહિ અને માત્ર રજા જ એકમાત્ર લક્ષ્ય હોય તેવું સમાજનું વાતાવરણ અને માનસિકતા બદલવાની ખાસ જરૂર છે.

print

Comments

comments

VOTING POLL