જેલમાં નવાઝ શરીફ પર જાનનો ખતરો

July 21, 2018 at 10:46 am


પાક.ના ભ્રષ્ટાચારી પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અત્યારે જેલમાં છે અને આ જ જેલમાં ખુંખાર આતંકીઆે પણ છે ત્યારે જેલના સત્તાવાળાઆેએ શરીફના જાન પર જોખમ હોવાનો ભય દશાર્વ્યો છે. નવાઝ શરીફને 10 વર્ષની જેલસજા થઈ છે અને હાલમાં એમને યદીયાલા જેલમાં રાખવામાં આવ્યા છે જો કે, અહી બીજા કેદીઆે નવાઝના સેલની આસપાસ આંટાફેરા કરે છે અને એમની મશ્કરી કરે છે.

જેલના સત્તાવાળાઆેએ સરકારને એવી માહિતી આપી છે કે, આ જેલમાં જ કેટલાંક ખુંખાર આતંકીઆેને પણ રાખવામાં આવ્યા છે ત્યારે શરીફના જાન પર ખતરો છે. જે સેલમાં શરીફને રાખવામાં આવ્યા છે તેના ફરતે સુરક્ષા વધારી દેવામાં આવી છે પરંતુ જેલ બદલવી પડશે તેવું લાગે છે. સરકાર હવે આ બારામાં કેવો નિર્ણય કરે છે તે જોવાનું રહેશે. શરીફની સાથે એમના પુત્રી મરિયમને પણ ત્યાં જ રાખવામાં આવી છે. જેલ બદલવાનો નિર્ણય લેવાશે કે કેમ તે અંગે અત્યારે ભારે સસ્પેન્સ છે. ગુપ્ત રીતે શરીફને કોઈ બીજી જેલમાં લઈ જવાનો વિકલ્પ ખુલ્લાે છે.

print

Comments

comments

VOTING POLL