જેલમાં રકતપિતના કેદીઆેને અન્ય સામાન્ય કેદીઆે સાથે જ રખાશે

August 23, 2018 at 2:42 pm


દેશમાં રક્તપિત્તનો રોગ સારવારથી દૂર થઇ શકતો હોવાથી હવે રક્તપિત્તના ભિક્ષુક કેદીઆેને જેલમાં અલગ કોટડીમાં રાખવાને બદલે સામાન્ય કેદીઆે સાથે જ રાખવાની દિશામાં રાજ્ય સરકાર કદમ ઉઠાવી રહી છે.

આગામી 15મી સપ્ટેમ્બરે મળનારા ગુજરાત વિધાન સભાના સત્રમાં આ અંગે રાજ્ય સરકાર સુધારા વિધેયક રજુ કરશે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

રક્તપિત્તનો રોગ હવે સારવારથી દૂર થઇ શકતો હોવાથી જેલમાં અલગ કોટડીમાં રાખવામાં આવતા રક્તપિત્તના ભિક્ષુક કેદીઆેના કેસમાં માનવ અધિકારોનું હનન થતું હોવાનો મુદ્દાે ઉપસ્થિત કરીને એક નાગરિક દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.

જેના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે ભારતમાં રક્તપિત્તનોમને રોગ નાબૂદ થવાની દિશામાં છે અને સારવારથી આ રોગ નાબૂદ થઇ શકે છે ત્યારે રક્તપિત્ત હવે ચેપી રોગ રહ્યાે નથી.

આ હકીકતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે રક્તપિત્તના ભિક્ષુક કેદીઆે સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવા તથા તેમને અલગ કોટડીમાં રાખવાને બદલે અન્ય સામાન્ય કેદીઆે સાથે રાખવાનો આદેશ કર્યો હતો અને કેન્દ્ર સરકારને તમામ રાજ્યોને સૂચના આપવા પણ તાકીદ કરી હતી.

આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ ગુજરાત સરકારે રાજ્યની જેલોમાં કેટલા રક્તપિત્તના કેદીઆે અથવા ભિક્ષુક કેદીઆે છે અને તેમની સ્થિતિ કેવી છે, તેમનો જેલમાં ઉપચાર ચાલે છે કે કેમ વગેરેની તમામ વિગતો એકત્ર કરી ઉચ્ચ સ્તરીય ચર્ચા હાથ ધર્યા બાદ આ અંગે સુધારા વિધેયક વિધાનસભામાં રજુ કરવાની દિશામાં માનવતાપૂર્ણ કદમ ઉઠાવ્યું છે.

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયા બાદ સુધારા વિધેયક તૈયાર કરશે અને 18મીના વિધાનસભા સત્રમાં રજુ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL