જેસીબી ચાલકની બેદરકારીથી ડ્રેનેજ લાઈન તૂટતા કુંભારવાડા સર્કલ બન્યું નકાર્ગાર , સવારે કામ ધંધે નીકળેલા લોકો ગટરના પાણીમાં પગ જબોળવા બન્યા મજબુર

January 12, 2019 at 2:02 pm


ભાવનગરના કુંભારવાડા વિસ્તાર તંત્રની ઉપેક્ષાનો ભોગ ટેવાયેલું છે તેમાં આજે સવારે વધુ એક ઘટનામાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં હતા અને લોકોના ઘર સુધી પહાેંચી જતા ભારે રોષ ફેલાયો હતો. આજે સવારે ડ્રેનેજ કે અન્ય કામગીરી માટે આવેલા જેસીબી ચાલકની બેદરકારીના કારણે ડ્રેનેજ લાઈન તૂટતા કુંભારવાડા સર્કલથી લઇ બોરીચા સુધી ગટરના ગંધાતા પાણી ફરી વળ્યાં હતા. આથી સવારે કામ ધંધે જતા લોકો ગટરના પાણીમાં પગ જબોળવા મજબુર બન્યા હતા અને લોકોના ઘર સુધી પાણી પહાેંચી જતા ભારે આક્રાેશ ફેલાયો હતો. મ્યુ.તંત્ર દ્વારા વિકાસના કામો થાય છે જેમાં તંત્રવાહકો હાજર રહેતા નથી અને કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે કામગીરી કરી લોકોને બાનમાં લે છે.

print

Comments

comments

VOTING POLL