જે પક્ષ સૌથી વધારે બેઠકો જીતશે, તેનો વડા પ્રધાન બનશે: શરદ પવારની ફોર્મ્યુલા

August 28, 2018 at 11:05 am


એનસીપીના ચીફ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે જણાવ્યું હતું કે આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં જો મહાગઠબંધન થશે તો જે પક્ષ વધારે બેઠકો જીતશે, તે વડા પ્રધાનપદનો હકદાર બનશે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ આ પદ માટે મહત્ત્વાકાંક્ષી નથી. એક વાર ચૂંટણી જીત્યા બાદ સાથે બેસી વડા પ્રધાનપદ અંગે ચચર્િ કરી શકાય, પરંતુ પહેલા ભાજપ્ને સત્તા પરથી ફેંકવાની ઈચ્છા છે. પક્ષના નેતાઓ સાથે તેમણે બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે 2004ની ચૂંટણીમાં યુપીએએ એનડીએને હરાવી હતી. હું દરેક રાજ્યમાં જવાની કોશિશ કરીશ અને બિનભાજપી પ્રાદેશિક પક્ષોને સાથે જોડાવા જણાવીશ.
પવારે સનાતન સંસ્થા અંગે જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થા ખોટા માર્ગે જઈ કામ કરતી હોય તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે બુદ્ધિજીવીઓની હત્યા થઈ હતી તે ધર્મ નિરપેક્ષતા પરનો હુમલો હતો.

print

Comments

comments

VOTING POLL