જૈનચાલ સ્થા.જૈન સઘ ખાતે અનશન આરાધક વિજય શાહના દર્શન કરતા મુખ્યમંત્ર

May 19, 2017 at 6:28 pm


જૈનચાલ સ્થા.જૈન સઘં ખાતે ચતુર્વિધ સંઘની હાજરીમાં થાનના અને હાલમાં રાજકોટ નિવાસી સુશ્રાવક વિજયભાઈ કાંતિલાલ શાહે ત્રીજા મનોરથ એટલે કે, યાવન જીવન અનશન વ્રતના પચ્ચકૃખાણ અંગીકાર કર્યા છે. ત્યારે આજે ૧૧માં દિવસે અનશન આરાધકના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દર્શન કરી શાતા પૂછી હતી. આ તકે મુખ્યમંત્રીની સાથે તેમના પત્ની અંજલીબેન રૂપાણી તથા રૂષભ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને અનશન આરાધકના દર્શન કરી શાતા પુછી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે અનશન આરાધકના દર્શને રાજુભાઈ ધ્રુવ, નિલેશભાઈ શાહ, ડોલરભાઈ કોઠારી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મયુરભાઈ શાહ, જીતુભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, અમિનેષભાઈ રૂપાણી, ભાનુબેન બાબરિયા, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પુષ્કરભાઈ પટેલ, નીતિનભાઈ ભારદ્રાજ, કમલેશભાઈ મિરાણી, ગોંડલ સંઘના પ્રવિણભાઈ કોઠારી, તુષારભાઈ મહેતા, તરૂબેન દોશી, ઈન્દીરાબેન કામદાર, નીતિનભાઈ કામદાર, વિતરાગ સંઘના ભરતભાઈ દોશી, કશ્યપભાઈ શુકલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ અનશન આરાધકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. અંજલીબેન રૂપાણીએ સતીવૃંદના દર્શન કર્યા હતા. પૂ.નમ્રમુનિ મ.સ.એ આશીર્વચન પાઠવ્યા છે. ગોંડલ સંપ્રદાયના ગુરૂ પણ એવમ મુકત લીલમ–સન્મતી પરિવારના મીનલબાઈ, મ.શ્રેયાંસીભાઈ મ.ધર્માત્માને ધર્મ આરાધના કરાવી રહ્યા છે. પરેશભાઈ સંઘાણી સહિતની ટીમ તેમજ મહિલા મંડળ સેવા આપી રહ્યું છે. દર્શનાર્થીઓને જૈનચાલ ઉપાશ્રય ખાતે અનશન આરાધકના ર્દનનો લાભલેવા અનુરોધ કરાયો છે

print

Comments

comments

VOTING POLL