જોધપુર વોર્ડમાં અંડરગ્રાઉન્ડ ટાંકીથી લોકો પાણી મેળવે છે

February 17, 2017 at 10:37 am


વર્ષ-2014ના વર્ષમાં શહેરના જોધપુર અને સ્ટેડિયમ વોર્ડને અમદાવાદ શહેરમાં 24 કલાક પાણી આપવા માટેના વોર્ડ તરીકે નકકી કરીને પાઈલોટ પ્રાેજેકટ પણ શરૂ કરવામાં આવ્યો હતાે. 24 કલાક પાણી આપવાની શાસકપક્ષની મોટી ગુલબાંગાેની વચ્ચે શહેરના જોધપુર વોર્ડમાં લોકો છેલ્લા 10 દિવસથી અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી જુદા-જુદા વાસણોની મદદથી પાણી મેળવી રહ્યા છે.આ બાબતનાે તંત્ર દ્વારા પણ સ્વીકાર કરવામાં આવ્યો છે.આ અંગેની મળતી વિગતાે અનુસાર,શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર વોર્ડને રામદેવનગર આેવરહેડ ટાંકી દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

એક તરફ મ્યુનિસિપલ તંત્ર એવો દાવો કરી રહ્યું છે કે,જોધપુર વોર્ડને મીટરથી 24 કલાક પાણી આપવાની તમામ કાર્યવાહી પુરી કરી લેવામાં આવી છે. ઉપરાંત ટુંક જ સમયમાં આ વોર્ડના તમામ રહીશોને 24 કલાક પાણી મળતું થઈ જશે. બીજી તરફ આ વોર્ડના લોકોને છેલ્લા 10 દિવસથી પાેતાને ત્યાં આવેલી અંડરગ્રાઉન્ડ ટાંકી કે જેમાં નજીવુ કહી શકાય.એટલું પાણી ભરાતાની સાથે જ ઘરમાં રહેલા અલગ-અલગ વાસણોની મદદથી પાણી મેળવવું પડી રહ્યું છે. આ બાબતને લઈને સ્થાનિકો ભારે રોષમાં જોવા મળ્યા છે.તેમનું કહેવું છે કે,24 કલાક પાણી તાે ઠીક માંડ બે કલાક પણ પુરતુ પાણી તંત્ર આપે તાે પણ સારૂ છે. આ મામલે ભારે ભીંસમાં આવેલા નવા પશ્ચિમ ઝોનના એડીશનલ સિટીઈજનેરે આ વાતનાે સ્વીકાર કરતા રામદેવનગર આેવરહેડ ટાંકી પુરતા પ્રેશરના અભાવે પુરેપુરી ન ભરાતી હોવાના કારણે આ સમસ્યા સજાૅવા પામી હોવાનું કહ્યું છે.

print

Comments

comments

VOTING POLL