જો…જો…ચકલી બાળપણની યાદ ન બની જાય

March 20, 2017 at 5:29 pm


પોતીકાઓથી શું રિસાવું, હવે માની જા,
ઓ રે ચકલી… ઘરે પરત આવી જા…

પ્યારી ચકલી જે ક્યારેક આપણા ઘરમાં લાગેલા અરીસામાં પોતાની હમશકલને જોઈને ચાંચ પછાડતી, ધૂળમાં ફુદકતી, ઘરમાં ચારે કોર સંતા કુકડી રમતી અને આપણી નજર બચાવીને અહીં તહીં પડેલા દાણા ચણતી ચકલી…હવે સિમેન્ટ કોન્ક્રીટના જંગલોથી દૂર જઈ રહી છે. ચકલી સાથેની બાળપણની યાદો દિલમાં તાજા છે પણ બદલાતા સમયની સાથે આ નાનકડી ચકલી એક વાર્તા બની ગઈ છે. પરંતુ જેની ચીં ચીં દિવસભર ઘરના આંગણામાં સંભળાતી એ સમય ફરી લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.

આજે વિશ્વ ચકલી દિવસ છે. ત્યારે ઠેરઠેર પ્રયાસો થઇ રહ્યા છે ચકલી બચાવવાના અને ફરીથી તેને સામાન્યપણે જોઈ શક્યે તેવું વાતાવરણ આપવાના.

print

Comments

comments

VOTING POLL