જ્વેલર્સોને મોટી રાહત: મની લોન્ડરિંગ એક્ટમાં નહીં રાખવો પડે રેકોર્ડ

October 7, 2017 at 10:38 am


લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને સરકારે મોટી રાહત આપી છે. સરકારે એ જાહેરનામાને રદ કરી નાખ્યું ચે જેના હેઠળ જ્વેલર્સોએ મની લોન્ડરિંગ કાયદાના નિયમો અનુસાર જ્વેલરી ખરીદનારા ગ્રાહકોનો રેકોર્ડ રાખીને તેની માહિતી સરકારને આપવી પડતી હતી. એવું મનાય રહ્યું છે કે કેન્દ્રના આ પગલાંથી જ્વેલરીના વેચાણમાં અંદાજે 25 ટકા જેટલો વધારો થઈ શકે છે. નાણા મંત્રાલય દ્વારા જારી થયેલા એક નિવેદનમાં જણાવાયું ચે કે સરકારને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર તરફથી 23 ઓગસ્ટ-2017ના જાહેરનામા અંગે અનેક ફરિયાદો મળી છે. આ માટે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી સરકારે આ જાહેરનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.

મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પ્રત્યેક રિપોર્ટિંગ કંપ્ની અથવા સંસ્થાએ 10 લાખ પિયાથી વધુની લેવડ-દેવડ અથવા વિદેશના પાંચ લાખ પિયાની લેવડ-દેવડ તથા 50 લાખ પિયાની અચલ સંપત્તિની લેવડ-દેવડનો રેકોર્ડ રાખવો પડતો હતો. સાથોસાથ બેન્કોએ 50 હજાર પિયાથી વધુની રોકડ લેવડ-દેવડનો રિપોર્ટ પણ રાખવો પડતો હતો. જાહેરનામું રદ થવાથી આ જોગવાઈ નિષ્પ્રભાવી થઈ જશે. એટલા માટે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં આ એ આશય કાઢવામાં આવી રહ્યો ચે કે 50 હજાર પિયાથી વધુની જ્વેલરી ખરીદી માટે પાનનંબર રાખવાની અનિવાર્યતા ખતમ થઈ ગઈ છે. જેના પગલે જ્વેલર્સને ઘણી મુશ્કેલી પડી રહી હતી.

print

Comments

comments

VOTING POLL