ઝારખંડની મહિલા બની ‘કેબીસી-9’ની પ્રથમ કરોડપતિ

September 30, 2017 at 10:49 am


સોની ટીવીના જાણીતા ગેમ શો કૌન બનેગા કરોડપતિને પ્રથમ કરોડપિત મળી ગયા છે. ઝારખંડની રહેવાસી અનામિકા મજૂમદારે 1 કરોડ રૂપિયા જીત્યા છે. અનામિકા જેવા જ કરોડપતિ બન્યા કે તરત જ અમિતાભ બચ્ચને ચીસ પાડી હતી. અનામિકાએ જ્યારે આ રકમ જીતી તો પોતાના આંસૂ રોકી શકા ન હતી.

અનામિકાને પોતાના ટેલેન્ટ પર પૂરો વિશ્વાસ હતો. પરંતુ 7માં પ્રશ્ન પર પહોંચીને અનામિકા ક્ધફ્યૂઝ થઈ ગઈ. જેના કારણે તેણે 1 કરોડ રૂપિયા લઈને શો ક્વીટ કર્યો. કેબીસી શોના શરૂ થયાના એક મહિના બાદ પહેલો કરોડપતિ મળ્યો છે. જણાવી દઈએ કે કરોડપતિ બનનારી અનામિકા પરિણીત છે અને તેને બે બાળકો છે. સાથે જ અનામિકા સોશિયલ વર્કર પણ છે.
અનામિકા એક એનજીઓ ચલાવે છે જેનું નામ ફેથ ફોર ઈન્ડિયા છે. અનામિકાનું કહેવું થે કે તે આ પૈસાને એનજીઓ પર ખર્ચ કરશે. આ એપિસોડને ગુરુવારે ગુડગાંવ ફિલ્મ સિટીમાં શૂટ કરવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL