ઝિંદગીના નવા બ્રાઝિલિયન શોમાં મરીના રુય બર્બોસા

April 19, 2017 at 1:29 pm


ઝિંદગી પર સોમવારથી શનિવાર રાત્રે 10 વાગ્યે પ્રસારિત થતાં શો ટોટલ ડ્રીમરમાં બ્રાઝિલિયન અભિનેત્ર મરીના રુય બર્બોસા જોવા મળી રહી છે.
શોમાં મરીના ગામડાંની એક સરળ યુવતી એલિજાની ભૂમિકા ભજવે છે જે તેના સાવકા પિતાથી બચવા માટે ભાગી જાય છે. આ પછી તે પોતાનું ગુજરાન ચલાવવા ફૂલો વેચી રસ્તા પર રહે છે પરંતુ ફેશન પ્રતિસ્પધર્મિાં ભાગ લેવાની તક મળતા જ તેનું જીવન સર્ંપૂણ બદલાઈ જાય છે.
બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શઆત કરી બ્રાઝિલની આ સુંદરી હવે મૂખ્ય ભૂમિકાઓ ભજવે છે. ફોર્બ્સ મેગેઝિનની બ્રાઝિલની આવૃત્તિમાં તેને બ્રાઝિલની 2015ની 25 ટોચની સેલેબ્રિટિઝઓમાં સ્થાન મળ્યું હતું. સોશિયલ મીડિયામાં પણ તે ઘણી લોકપ્રિય છે અને 13 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ ધરાવે છે.

‘ટોટલ ડ્રીમર માં’ સરળ જિંદગી જીવતી એક ખૂબસૂરત યુવતી એલિજા (મરીના રુય બર્બોસાની) વાત છે. તેના પરિવારને એક સુખી જીવન આપવાનું તેનું સપ્નું છે. તે તેની માતા, સાવકા પિતા અને તેના ભાઈ-બહેનો સાથે રહે છે. તેની માતા ગિલ્ડાની મદદથી એલિજા તેના સાવકા પિતાના ત્રાસમાંથી છૂટવા અને શહેરમાં તેનું નસીબ અજમાવવા ઘરમાંથી ભાગી જાય છે. મોડેલિંગ એજન્સી એકસકેલિબરના માલિક આર્થર (ફાબીઓ અસુશિઓનની) મુલાકાત પછી તેના જીવનમાં એક નાટ્યાત્મક વળાંક આવે છે, આર્થર તેને એક સફળ મોડેલ બનાવવાનું વચન આપે છે.

print

Comments

comments

VOTING POLL