ઝીના શો ‘પિયા અલબેલા’માં શીને કર્યો આગનો સામનો

April 20, 2017 at 4:51 pm


ઝી ટીવી પર દર સોમવારથી શુક્રવાર રાત્રે 8-30 કલાકે પ્રસારિત થતા પ્રાઈમટાઈમ ડ્રામા ‘પિયા અલબેલા’માં આગના દ્રશ્યનું શૂટિંગ કરતા સમયે શોની મુખ્ય અભિનેત્રી શીન દાસ ઘણી ડરી ગઈ હતી.

શોના આગામી એપિસોડમાં પૂજા (શીન) નરેનને ફાર્મ હાઉસમાં લાગેલી આગથી બચાવે છે. આ આગ નરેનનો પિતરાઈ રાહલે લગાવી છે અને ઘટનામાં નરેનને બચાવતા સમયે પૂજા દાઝી જાય છે. શઆતમાં શીન આ માટે ના કહી રહી હતી પરંતુ બાદમાં ડરને દૂર કરી સારી રીતે દ્રશ્ય ભજવ્યું હતું. આ અંગે શીન દાસે જણાવ્યું કે, મે મારી જિંદગીમાં કયારેય પણ આગનો અનુભવ નથી કર્યો. આગની સાથે શૂટિંગ કરવું ઘણુ ભયાનક હતું કારણ કે, મારે ફાર્મ હાઉસમાં દોડવાનું હતું અને સાથે જ મારે યોગ્ય હાવભાવ દશર્વિવાના હતા. એક સમય તો એવો આવ્યો કે, આટલી ફેલાયેલી આગને જોઈ હં ડરી ગઈ હતી. પરંતુ મારે સામાન્ય દેખાવાનું હતું. આ મારા માટે નવો જ અનુભવ હતો. કોઈપણ દુર્ઘટના ઘટે તો તે માટે સેટ પર ડોકટરો હાજર હતા અને જોખમથી ભરેલા સ્ટંટને સફળતાપૂર્વક કરી શકે.

print

Comments

comments

VOTING POLL