ઝીના શો ‘વો…અપ્ના સા’માં સુદીપ સાહિરને સેટ પર મળવા આવે છે પત્ની-પુત્ર

April 18, 2017 at 12:15 pm


ઝી ટીવી પર દર સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે પ્રસારીત થતાં શો ‘વો…અપ્ના સા’માં ફેમિલી મેનના પાત્રમાં રહેતા સુદીપ આહિર શોમાં પોતાના પરિવારની ખુશી માટે કોઈ પણ હદે જઈ શકે છે. સુદીપ પોતાની જિંદગીમાં પણ આવો જ છે. સુદીપ્નું માનવું છે કે તેના માટે પરિવાર મહત્વપૂર્ણ છે અને જેટલું થઈ શકે તેટલું પરિવારથી નજીક રહેવાનું પસંદ કરે છે.
સુદીપે જણાવ્યું કે જ્યારે તે શઆતમાં એકલો મુંબઈ આવ્યો હતો ત્યારે તેને પરિવારની ઘણી યાદ આવતી હતી. બાદમાં તેની પત્ની અને પુત્ર પણ તેની સાથે આવી ગયા. વધુમાં તેણે જણાવ્યું કે હાલમાં જ મારી પત્ની અને પુત્રી મળવા માટે સેટ પર આવ્યા હતા અને અમે લોકોએ મળીને ઘણી મસ્તી કરી હતી. હં એટલો ઉત્સાહી હતો કે આગળના શોટ માટે મારે પોતાને તૈયાર કરવો પડયો હતો. વ્યસ્ત શિડયુલના કારણે મને તેમના માટે ઓછો સમય મળે છે માટે તેઓ મને મળવા સેટ પર આવતા રહે છે. પરિવારની સાથે સમય વિતાવવો મારા માટે ઘણો અગત્યનો છે. તેઓને સેટ ઉપર આવવું ઘણું સારું લાગે છે અને મને પણ તેમની રાહ જોવી ગમે છે. મારો પુત્ર અરવાન સેટ પર આવે તો દરેક તેના પર પ્રેમ વરસાવે છે. શોની ટીમે તેને અહીં-ત્યાં ફરતો કેમેરામાં ઝડપી લીધો હતો અને બાદમાં મોનીટર પર બતાવતા તે ઘણો ખુશ થયો હતો.
શોમાં આગામી એપીસોડમાં જોવા મળશે કે નિશા, જ્હાનવી પર આરોપ લગાવે છે કે તેનું આદિત્ય સાથે અફેર છે. જ્હાનવી નિશાને સમજાવે છે કે આ તેનો વહેમ છે અને પછી નિશા તેની પાસે મદદ માગે છે
જ્હાનવી નિશાની વાત માની લે છે અને ઘરના ઈન્ટિરિયર કરવાના બહાને જિંદગી પરિવારમાં આવે છે.

print

Comments

comments

VOTING POLL