ઝી ટીવી ઉપર 19 ફેબ્રુઆરીએ ‘ઝી રિશ્તે એવોર્ડસ’નું પ્રસારણ

February 17, 2017 at 11:30 am


ઝી ટવી પર 19 ફેબ્રુઆરીના સાંજે 7 કલાકે ઝી રિશ્તે એવોર્ડસ 2016નું પ્રસારણ કરવામાં આવશે જેમાં અનેક સિતારાઓ શાનદાર પરફોર્મન્સ રજૂ કરશે.
ઝી રિશ્તે એવોર્ડસમાં મહેક (સમીક્ષા જયશ્વાલ), રૈના (ક્રિસ્ટલ ડિસૂઝા) અને માહી (શાઈની દોશી)ની ખાસ કૃતિ જોવા મળશે. બાજીરાવ મસ્તાનીનું ગીત પિંગા, એબીસીડી-2નું બેજુબાન ફિર સે અને ઓકે જાનુનું ગીત હમ્મા ઉપર ડાન્સ કરતી જોવા મળશે.
ક્રિસ્ટલ ઝી રિશ્તે એવોર્ડઝમાં તાંહવ નૃત્ય રજુ કરશે. જયારે સમીક્ષા લાવણી અને શાઈની હવાઈ કથક કરતી જોવા મળશે. આ અંગે ક્રિસ્ટલે જણાવ્યું કે, ઝી રિશ્તે એવોર્ડસમાં પરફોર્મન્સ કરવું મારા માટે ગૌરવની વાત છે. અહીં અમે દરેક કલાકારો એક પરિવાર જેવુ અનુભવીએ છીએ આ એક એવી સાંજ છે કે, જયા અમે બધા મળીએ છીએ અને દર્શકોની સાથે અમારા સંબંધોનો જશ્ન મનાવીએ છીએ. પોતાના પરફોર્મન્સ અંગે ક્રિસ્ટલે જણાવ્યું કે, સમીક્ષા, શાઈની અને મે એક કૃતિ રજૂ કરી છે જેમાં અમે ભારતનું પારંપારિક નૃત્ય રજૂ કર્યુ છે. આ કૃતિમાં મે પ્રકૃતિ તત્વ જેવા કે, આગ, હવા અને પાણીનો ઉપયોગ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL