ઝી ટીવી પ્રસારિત ‘બ્રહ્મ રાક્ષસ’નો 18મી ફેબ્રુઆરીએ અંતિમ એપિસોડ

February 15, 2017 at 1:52 pm


ઝી ટીવી પરનો વીકેન્ડ શો ‘બ્રહ્મ રાક્ષસ જાગ ઉઠા શેતાન’ 18 તારીખે પુરો થશે. રોચક વાતર્િ સાથે દરેક એપિસોડમાં રોમાંચક મોડ સાથે દર્શકોમાં એક ખાસ જગ્યા બનાવી છે.
શોના અંતિમ એપિસોડમાં બ્રહમ રાક્ષસનું મૃત્યુ થાશે. આ અંગે બ્રહ્મ રાક્ષસનું પાત્ર ભજવી રહેલા પરાગ ત્યાગીએ જણાવ્યું કે, આ સમયે મારી અંદર અજીબ ભાવના ઉમટી રહી છે. મને એ વાતનું દુ:ખ છે કે, આ શો પુરો થવા જઈ રહ્યો છે. અમને પહેલાથી જ ખબર હતી કે, આ શો મર્યિદિત એસિપોડનો છે. પરંતુ અમે બધા આ શોમાં એટલા મગ્ન હતા કે, એ ભૂલી જ ગયા કે આ શો પૂર્ણ થવાનો છે. હં ખાસ એકતા કપુરનો આભાર માનું છું કે, જેઓએ બ્રહ્મરાક્ષસના પાત્ર માટે મને પસંદ કર્યો. હં જયાં પણ જાવ છું બાળકો મને ઘેરી લ્યે છે. આ શો મારા દિલની સૌથી વધુ નજીક રહ્યો છે. કારણ કે, મે રોજ કાંઈક નવુ શીખ્યું છે.
બ્રહ્મ રાક્ષસ જાગ ઉઠા શૈતાનના છેલ્લા એપિસોડમાં નરસિંમ્હા અને બ્રહ્મ રાક્ષસ વચ્ચેનું ભયંકર યુધ્ધ જોવા મળશે.

print

Comments

comments

VOTING POLL