ટંકારામાં ઘરજમાઈ પર સાસરિયાઆેનો હુમલો

February 1, 2018 at 10:59 am


ટંકારા તાલુકાના જયનગર ગામે રહેતા મુળ વાંકાનેરનાં ફરિયાદી સુરેશ ઘોઘા જખાણીયા-દેવીપૂજક ઉ.વ.21 વાળાએ પોતાની પત્ની, સાસુ, સસરાએ તેના પર હુમલો કર્યાની ટંકારા પોલીસમાં ફરિયાદ નાેંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે મૂળ વાંકાનેરનો છે અને હાલ થોડા સમયથી ટંકારાના જયનગર ખાતે સાસુ-સસરા ભેગો રહી ખેતમજુરી કામ કરે છે. પરંતુ હવે તેને પોતાના સાસુ-સસરા સાથે જયનગર નથી રહેવું અને તેના માતા-પિતા સાથે વાંકાનેર રહેવું છે તેમ તેના સસરા પક્ષને જણાવતા અને બાદમાં બોલાચાલી થતાં ફરિયાદીની પત્ની સાંગુબેન અને સાસુ સવિતાબેને તેને પકડી રાખી તેના સસરાએ પાઈપ દ્વારા હુમલો કરી મુંઢ માર માર્યો હતો. પોલીસે ગુનો નાેંધી તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL