ટંકારા તાલુકાના વિવિધ ગામોમાં ઉપવાસ આંદોલન

September 1, 2018 at 11:27 am


ટંકારા તાલુકાના ગામો હાદિર્ક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં જોડાયેલ છે. ટંકારા તાલુકાના લજાઈ તથા પ્રભુનગર ગામના પાટીદારો, ખેડૂતો દ્વારા પ્રતીક ઉપવાસ આંદોલન કરાયેલ. ત્યારબાદ હરબટિયાળી તથા હરિપર ગામે ગઈકાલથી પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરાયા છે.

રામજી મંદિર પાસે જ પાટીદારો તથા ખેડૂતો સાથે મહિલાઆે પણ મોટી સંખ્યામાં જોડાઈ છે. આજે સવારથી ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના પાટીદારો, ખેડૂતો, આગેવાનો, કાર્યકરો, ખેડૂતો તથા મહિલાઆેએ રામજી મંદિર પાસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જય સરદાર અને ઈન્કલાબ ઝીદાબાદના નારા સાથે ખેડૂતોના દેવા માફ કરવાની અને પાટીદારોને અનામત આપવાની માગણી કરવામાં આવી રહી છે.

print

Comments

comments

VOTING POLL