ટંકારા તાલુકા કાેંગ્રેસ દ્વારા બંધમાં જોડાવવા હાકલ કરાઈ

September 10, 2018 at 12:49 pm


ટંકારાઃ સરકાર દ્વારા રોજ-બરોજ પેટ્રાેલ, ડીઝલનો ભારે ભાવ વધારો કરાઈ રહેલ છે. ડોલર સામે દિનપ્રતિદિન રૂપિયાની કિંમત ઘટતી જાય છે. પેટ્રાેલ-ડીઝલનો જીએસટીમાં સમાવેશ થતો નથી. વિગેરે સળગતા પ્રñે કાેંગ્રેસ દ્વારા આજે ભારતબંધનું એલાન અપાયું છે. ત્યારે ટંકારા તાલુકા કાેંગ્રેસ સમિતિ દ્વારા આ બંધના એલાનને ટેકો અપાયો છે. ટંકારા તાલુકા કાેંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે નવથી બપોરના એક વાગ્યા સુધી બંધ રાખવાનો કાર્યક્રમ લતીપર ચોકડીએ, ટંકારા બંધ, ખેડૂતોના દેવા માફી અને લોકશાહી બચાવવા યોજેલ છે. કાેંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખે આ કાર્યક્રમમાં કાેંગ્રેસના ચૂંટાયેલ પ્રતિનિધિઆે, સંગઠનના હોદ્દેદારો, કાેંગ્રેસના તમામ કાર્યકરો અને આગેવાનોને હાજર રહેવા હાકલ કરી હતી.

print

Comments

comments

VOTING POLL