ટંકારા પાસે કાર-છકડોરિક્ષા વચ્ચે અકસ્માતઃ ચાલકનું મોત

August 11, 2018 at 11:58 am


ટંકારા પાસે કાર-છકડોરિક્ષા વચ્ચે અકસ્માત થતાં ઘવાયેલા કાર ચાલક સહિતને ઈજા થતા તેને 108 દ્વારા સારવાર માટે અહીની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર ઈજા પામેલ કારચાલકનું સારવાર મળે તે પહેલાં જ મોત નિપજતાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે. ટંકારાથી એસેન્ટ કાર નં.જી.જે.3-ડી.કે.3783 રાજકોટ તરફ જઈ રહેલ જ્યારે છકડોરિક્ષા રાજકોટથી મોરબી તરફ આવી રહેલ ત્યારે અકસ્માત ધારેશ્વર કોટન પાસે થયેલ. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સના પાયલોટ રાજેશભાઈ દુબરિયા તથા ઈએમટી ઈકબાલભાઈ અકસ્માત સ્થળે દોડી ગયેલ. એકને ગંભીર ઈજા થયેલ બાકીનાને ઈજાઆે થયેલ. એસન્ટ કાર ચાલકનું ડ્રાઈવિંગ લાયસન્સ ઉપરથી ચાલકનું નામ ભાવેશ જે. રાજપરા, 1-બેડી વાછકપર, રાજકોટનું નામ મળેલ.

રિક્ષાચાલક ભરવાડ પ્રવીણભાઈ રતાભાઈ (ઉ.વ.45,રહે.નાનામવા, રાજકોટ) તથા રાઠોડ રોહિત વિનોદભાઈ વણકર (છતર) તથા રાજેશ રાઠોડ વણકર (રહે.છતર)ને સામાન્ય ઈજાઆે થયેલ. સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપી ચારેયને રાજકોટ ખસેડેલ છે.

કારચાલક ભાવેશ જયંતીલાલ રાજપરા વાછકપરનો વતની છે. ટંકારા ખાતે ઈમિટેશનનું કામ કરતો હતા તેને 108 એમ્બ્યુલન્સમાં રાજકોટ લઈ જવાતા હતા ત્યારે મૃત્યુ પામેલ છે.

print

Comments

comments

VOTING POLL