ટયુબલાઇટ લેલો, પૈસે દે દો…!

July 10, 2017 at 12:32 pm


સલમાન ખાનની ફિલ્મ ‘ટયુબલાઈટ’ દેશભરમાં ફલોપ ગઈ છે અને તેમાં અંધારા પાથરી દીધા છે ત્યારે ડિસ્ટ્રિબ્યુટર્સની ટૂકડી સલમાનના ઘરે ગઈ હતી અને નુકસાનીના વળતરની માગણી કરી હતી.
ઈદના તહેવાર પર ફિલ્મ રિલીઝ થઈ હતી છતાં તે ફલોપ ગઈ છે અને સલમાને પણ ડિસ્ટ્રિબ્યુટર્સને રૂ.55 કરોડ આપવાની ખાતરી આપી દીધી હોવાનું ટીમના પગલે જણાવ્યું છે.
ડિસ્ટ્રિબ્યુટર્સની આ ટીમનું નેતૃત્વ નરેન્દ્ર હિરાવતે કર્યું હતું અને સલમાનના ઘરે જઈને એમણે નુકસાનીનું વળતર આપવા રજૂઆત કરી હતી.

આ સમયે સલમાન ઘરે હાજર ન હતો પરંતુ તેના મિત્ર સલીમ ખાને પણ ડિસ્ટ્રિબ્યુટર્સને શાંતિથી સાંભળ્યા હતા અને સલમાન પુરેપુરું વળતર આપશે તેવી ખાતરી આપી હતી.
કોઈ ખોટ ન જાય તેવી ગણતરી સાથે આ ફિલ્મ બોકસ ઓફિસ પર રૂ.200 કરોડની કમાણી કરી શકે છે તેવી આશા હતી પરંતુ તેની બાજી રૂ.150 કરોડમાં સમેટાઈ ગઈ છે.
ડિસ્ટ્રિબ્યુટર્સની ટીમના વડા નરેન્દ્ર હિરાવતે આ ફિલ્મ રૂ.130 કરોડમાં ખરીદી હતી અને એમને મોટો ફટકો પડી ગયો છે.

સલમાનના ઘરે યોજાયેલી આ બેઠકમાં સલમાન ખાનના પ્રોડકશન હાઉસના બિઝનેસ સલાહકાર અમન ગીલ અને સીઓઓ અમર બુટાલા પણ હાજર હતા.
સલમાન ખાન ડિસ્ટ્રિબ્યુટર્સને રૂ.55 કરોડ ચૂકવી દેવા તૈયાર થયો હોવાનું બહાર આવ્યું છે અને આ વાત બોલિવૂડમાં હોટ ટોપિક બની ગઈ છે.

print

Comments

comments

VOTING POLL