ટાઇગર શ્રોફ અને ભૂમિ ત્રિવેદીનું મેચ પૂર્વે શાનદાર રિહર્સલ…

April 7, 2017 at 11:45 am


આજે રાજકોટમાં આઇપીએલનો જંગ જામવાનો છે અને મેચ પૂર્વે યોજાનારી ઓપ્નીંગ સેરેમની માટે ગઈ રાત્રે શાનદાર રિહર્સલ યોજાયું હતું જેમાં બોલિવૂડના ડાન્સ સ્ટાર ટાઈગર શ્રોફ ઉપરાંત પ્લેબેક સિંગર ભૂમિ ત્રિવેદી અને સચિન જીગરની જોડીએ ભાગ લીધો હતો. આ પરફોર્મન્સમાં 250 જેટલા સ્ટેજ કલાકારો પણ જોડાયા હતા. રાજકોટ ગુજરાત લાયન્સની ટીમનું હોમગ્રાઉન્ડ હોવાથી ગુજરાતની પરંપરાને છાજે તે રીતે ઓપ્નીંગ સેરેમની યોજાશે અને રાસ-ગરબાની રમઝટ પણ બોલશે. ગઈકાલે ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમના ખેલાડીઓએ ભરપુર નેટ પ્રેક્ટિસ પણ કરી હતી અને આ નેટ પ્રેક્ટિસ બાદ બન્ને ટીમના કેપ્ટનો સુરેશ રૈના અને ગૌતમ ગંભીરે જીતનો આશાવાદ દશર્વ્યિો હતો.

print

Comments

comments

VOTING POLL