ટાઇમર બોમ્બ પ્રકરણમાં અમદાવાદ એટીએસનો કાફલો દોડી આવ્યો

February 17, 2017 at 3:10 pm


શહેરના 150 ફુટ રીંગરોડ પર આવેલા ખોડીયારપરા વિસ્તારમાં મંગળવારે સવારે મળી આવેલા ટાઈમર બોમ્બના પ્રકરણમાં અમદાવાદના એટીએસના વડા સહિતનો કાફલો રાજકોટ દોડી આવી તપાસનો ધમધમાટ શ કર્યો હતો. દરમ્યાન ટાઈમર બોમ્બ બનાવવામાં નિષ્ણાંત શખસનું કૃત્ય હોવાની શંકા વ્યકત કરતા ક્રાઈમ બ્રાંચ, એસઓજી, માલવીયાનગર સહિતના સ્ટાફે આરોપીને ઝડપી લેવા દોડધામ કરી છે. બોમ્બ પ્રકરણમાં પોલીસે અગાઉ 30 થી 35 શકમંદોની પુછપરછ કરી હોય પરંતુ પોલીસને સફળતા ન મળી હોવાનું બહાર આવતા પોલીસે વધુ દિશામાં આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયર્િ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ 150 ફુટ રીંગરોડ પર આવેલ ખોડીયારપરા વિસ્તારમાં રહેતા વ્યાસ પરિવારના મકાનના ઓટા પર ખાખી કલરના બોકસમાં બોમ્બ પડયો હોવાની જાણ થતાં બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, એસઓજી, માલવીયાનગર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ બોમ્બ ડીફયુઝ કરી તપાસનો ધમધમાટ શ કર્યો હતો. પોલીસની તપાસમાં વ્યાસ પરિવારને તેના જમાઈ અને વિસ્તારમાં રહેતા કેટલાક શખસો સાથે અગાઉ માથાકુટ થઈ હોય પોલીસે અડધો ડઝન જેટલા શકમંદોના કોલ ડીટેઈલ કઢાવી તે ઉપરાંત 30થી 35 શકમંદોની પુછપરછ હાથ ધરી હતી. દરમ્યાન જમાઈ બનાવ બન્યાના છેલ્લા પાંચ દિવસથી મુંબઈ હોવાનું રટણ કર્યું હતું. દરમ્યાન શકમંદોની પુછપરછમાં પણ પોલીસને સફળતા ન મળતા પોલીસે 150 ફુટ રીંગરોડના સીસીટીવી ફુટેજ કબજે કરવા તપાસનો ધમધમાટ શ કર્યો છે.
દરમ્યાન ગઈકાલે સાંજે અમદાવાદ એટીએસના વડા હિમાંશુ શુકલા, બે ડીવાયએસપી, ત્રણ પીઆઈ સહિતનો મોટો કાફલો રાજકોટ દોડી આવી તપાસનો ધમધમાટ શ કર્યો હતો. જેમાં ખોડીયારપરામાંથી મળી આવેલ ટાઈમર બોમ્બ બનાવવામાં કોઈ નિષ્ણાંત શખસની સંડોવણી હોવાનું ખુલતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા વધુ દિશામાં તપાસનો ધમધમાટ શ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL