ટિફિન સવિર્સની સાથે ચાલતા જુગારખાના પર દરોડો

May 16, 2018 at 4:06 pm


સાધુ વાસવાણી રોડ પાસે ટીફીન સવિર્સની સાથે ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડીને સંચાલક સહિત ત્રણ શખસોને રૂા.65 હજારની રકમ સાથે પકડી પાડયા હતા. પોલીસે જણાવ્યું કે, આ દરોડામાં વિશ્વકમાર્ સોસાયટી શેરી નં.3માં કેવલધામ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટ નં.301માં જુગાર રમાડતા કિરીટ મગનલાલ દલસાણીયા તેમજ જુગાર રમવા આવેલ કિશોર દલપતરામ વાઘવાણી સહિતની ધરપકડ કરવામાં આવી હતી.

યુનિવસિર્ટી પોલીસના પીએસઆઈ ભાવના કડછા તેમજ હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ પરમાર, કોન્સ્ટેબલ અમીનભાઈ કરગથરા, રવિરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગતરાત્રે આ જુગારખાના પર દરોડો પાડવામાં આવ્યો હતો. કિરીટ દલસાણીયા તેના રહેણાંકમાં ટીફીન સવિર્સ ચલાવવાની સાથે નાલ ઉઘરાવીને તીનપતીનો જુગાર પણ ચલાવતો હતો.

print

Comments

comments

VOTING POLL