ટીંબીનેશ ગામે સરપચં ઉપર ખુનીહત્પમલો કરનાર ચાર સામે ફરિયાદ

January 11, 2017 at 2:25 pm


પોરબંદરનાં કુતિયાણા તાલુકાના ટીંબીનેશ ગામે જીતેલા સરપચં ઉપર કેટલાક શખ્સોએ ખૂની હમલો કરતા તેમને ગંભીર હાલતમાં રાજકોટ લઈ જવાયાના બનાવમાં તેણે હારેલા હરીફ ઉમેદવારના પરિવારજનો સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી છે. ટીંબીનેશ ગામે સરપંચની ચૂંટણીમાં વિજેતા બનેલા દેવરાજ સામત કોડીયાતર નામના આધેડ ઉપર કેટલાક શખ્સો લોખંડના પાઈપ અને લાકડી વડે તૂટી પડા હતા. દેવરાજભાઈ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લવાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. આ બનાવમાં તેમણે પી.એસ.આઇ. રાણા અને રાઇટર રણમલભાઇ કડછા પાસે એવી ફરિયાદ નોંધાવી છે કે, ચુંટણીમાં તેની સામે હારી ગયેલા ઉમેદવાર કાના ગોગનના ભાઇઓ રામા ગોગન શામળા, સુકા ગોગન અને કરશન ગોગન ઉપરાંત તેલીયો ઠોયાણાવાળો વગેરે શખ્સોએ ખાગેશ્રી રોડ ઉપર બાઇકમાં પોતે નિકળ્યો ત્યારે તેને પછાડયો હતો અને ત્યારબાદ માર માર્યેા હતો.

print

Comments

comments

VOTING POLL