ટીઆરપીમાં કપિલ શમાર્ના શોને લપડાક, ‘ખતરો કે ખેલાડી’ નંબર 1
ટીઆરપીમાં કપિલ શમાર્ના શોને લપડાક, ‘ખતરો કે ખેલાડી’ નંબર 1
આ અઠવાડિયે જાહેર થયેલા રેટિંગમાં પણ ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે
આજકાલ પ્રતિનિધિ
નવી દિલ્હી
ટીવી સીરિયલ્સની દુનિયામાં દર અઠવાડિયે જાહેર થતાં બાર્ક રેટિંગ ઘણા મહત્વના હોય છે. આ અઠવાડિયે જાહેર થયેલા રેટિંગમાં પણ ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ગયા મહિને શરુ થયેલા ‘ધ કપિલ શમાર્ શો’ની લોકપ્રિયતા ઘટતી જોવા મળી છે. જોકે, એક મહિના પહેલાં શરુ થયેલા આ શોએ ટોપ ત્રણમાં સ્થાન મેળવ્યું હતું.
કપિલ શમાર્નો શો બીજા નંબરથી ત્રીજા નંબર પર આવી ગયો છે. રોહિત શેટ્ટીનો લોકપ્રિય રિયાલિટી શો ‘ખતરો કે ખેલાડી’ 96 લાખ ઇમ્પેશન સાથે ટોપ પર છે. રિયાલિટી શોમા ઘણા મોટા સ્ટાર્સ જોવા મળી રહ્યાં છે. જેમાં qક્રકેટર શ્રીસંત, પતિ સાથે ભારતી સિંહ, સિંગર આદિત્ય નારાયણ, વિકાસ ગુપ્તાનો સમાવેશ થાય છે.
એકતા કપૂરનો શો ‘નાગિન 3’ બીજા નંબર પર છે. સ્ટાર પ્લસની ડેલી શોપ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’એ જીટીવીના શો ‘કુંડલી’ને પાછળ કરી દીધો છે. કાતિર્ક અને નાયરાના હોસ્પિટલ ડ્રામાએ આ શોની લોકપ્રિયતા વધારી છે.
ઉલ્લેખનીય છે કે, કપિલ શમાર્ નાના પડદે 29 ડિસેમ્બરના રોજ ‘ધ કપિલ શમાર્ શો’ સાથે પરત ફર્યો હતો. શોમાં તેની સાથે સિમોન ચક્રવત}, કીકુ શારદા, ચંદન પ્રભાકર, રશેલ જોવા મળી રહ્યાં છે. નવજોત સિંહ સિંધુ ફરી એકવાર જજ તરીકે નજરે પડે છે. જ્યારે સલમાન ખાન શોનો પ્રોડ્યૂસર છે.