ટીટોડીએ ઈંડા કયાં મુકયા હતાં…?

July 28, 2017 at 8:06 pm


આ વખતે ટીટોડીએ બુર્જ ખલીફાની અગાસી ઉપર ઈંડા મુકયા હોય તેવું ચોકકસ લાગી રહ્યું છે કારણકે ટીટોડી જેમ ઉંચાઈએ ઈંડા મુકે તેમ વધુ વરસાદ આવે. ભલે દુબઈમાં વરસાદ નથી આવ્યો પરંતુ ભારતમાં મેઘરાજાએ ધમાલ મચાવી દીધી છે. અમિતાભ બચ્ચને પોતાની જાહેરાતમાં મેઘરાજાને ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ એવું નહોતું કહ્યું હોવા છતાં આ વખતે મેઘરાજાએ જાજા બધા દિવસ ગુજરાતમાં ડેરા-તંબુ તાણી દીધા છે. માગ્યો હતો ખોબો અને દઈ દીધો દરિયો. દર વર્ષે ચોમાસામાં તરસ્યા રહેતાં ગુજરાતને આ વખતે મેઘરાજાએ તરબતર કરી દીધા છે. ચોમાસુ બેસુ બેસુ થતું હોય ત્યારે લોકો ‘કયારે આવશે… કયારે આવશે…’ તેવું પુછતા હોય છે અને જયારે મોરલા ટહકા કરે ત્યારે ‘બરખા રાની જરા ઝમકે બરસો’ ગીત મનમાં ગૂંજવા લાગે છે. અખબારો પણ શઆતમાં આવતા વરસાદને વષર્િ રાણી કહીને આવકારતા હોય છે પરંતુ આ વખતે આ ‘રાણી’ ભુલાઈ ગઈ છે અને બધે જ મેઘરાજા છવાઈ ગયા છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે અડધે ચોમાસે જ મેઘરાજાને ખમૈયા કરવાની વિનંતી કરવી પડી છે. આ વખતે મેઘરાજાએ ભુકકા બોલાવી દીધા છે. બીજા શબ્દોમાં કહીએ તો ડુચા કાઢી નાખ્યા છે.

ઘણા લોકો મશ્કરીમાં કહેવા લાગ્યા છે કે જીએસટીને કારણે મેઘરાજાએ પોતાનો સ્ટોક ખાલી કરી નાખ્યો છે. સરકાર માટે પણ આભ ફાટયું હોય ત્યાં થીગડા મારવા જેવી સ્થિતિ ઉભી થઈ છે. ગુજરાતમાં હમણાં કુદરતે કેર વતર્વ્યિો છે ને છેલ્લા એક અઠવાડિયાથી દેમાર પડી રહેલા વરસાદે લોકોની હાલત ખરાબ કરી નાખી છે. વરસાદના પહેલા રાઉન્ડમાં કાઠિયાવાડ ઝપટે ચડેલું ને હવે ઉત્તર ગુજરાત અને અમદાવાદનો વારો ચડી ગયો છે. ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠાને સૌથી વધારે માર પડ્યો છે ને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય એવી હાલત છે. આ પાણીમાં કેટલા લોકો ઉપર પહોંચી ગયા ને કેટલાં ઢોર ડૂબી મર્યાં તેનો અંદાજ નથી. માલમિલકતની તો વાત જ થાય એવી નથી કેમ કે આખેઆખાં ગામડાં ડૂબી ગયાં છે. બનાસકાંઠાના ધાનેરા ને થરા વિસ્તારોમાં તો આખેઆખા બબ્બે હાથી ડૂબી જાય એટલાં પાણીમાં ગામેગામ ડૂબી ગયાં છે. આ ગામોમાં કેટલી લાશો ધરબાયેલી હશે તેની ખબર તો પાણી ઓસરશે પછી ખબર પડશે. આ તકલીફો સામે ગુજરાત સરકાર પોતાની રીતે મથે છે. ગુજરાતમાં વરસાદની આફતે આપણી ઘણી બધી નબળાઈઓને લોકો સામે છતી કરી દીધી છે ને ફરી એક વાર સાબિત કર્યું છે કે આપણી ત્યાં બધું તંત્ર રામભરોસે ચાલે છે ને આપણા શાસકો પાસે કોઈ જ વિઝન નથી. આ વાત માત્ર ગુજરાતની નથી પણ આખા દેશની છે.

ગુજરાતમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો એ રીતે બધે વરસાદ પડે છે ને બધે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે. બધે લોકો ડૂબી ડૂબીને મરે છે ને આપણે કશું કરી શકતા નથી. કેમ ? કેમ કે આપણા શાસકો પાસે વિઝન નથી ને વોટર મેનેજમેન્ટની સૂઝ જ નથી. વરસાદી પાણી આવવાનું છે એ સનાતન સત્ય છે પણ એ પડે ત્યારે તેનો બે-ચાર કલાકમાં નિકાલ થઈ જાય ને ભવિષ્યમાં તેનો ઉપયોગ લોકોના ભલા માટે કરી શકાય તેવી સેન્સ જ આપણ શાસકોમાં નથી. તેના કારણે જ્યારે આવી આફતો આવે ત્યારે લોકો ઘાંઘા થાય છે ને આ હવાઈ નિરીક્ષણો કરીને સંતોષ માને છે. આ સ્થિતિ વરસોથી ચાલી આવે છે ને કોઈ શાસક તેને બદલવા પ્રયત્ન કરતો નથી. વાત ખાલી ગુજરાતની નથી, આ મોંકાણ બધે જ છે. આપણે એકદમ નબળા ને લાચાર છીએ તેના કારણે આ મોંકાણ છે. આપણે કઈ હદે પાંગળા ને લાચાર છીએ તેનો અંદાજ તેના પરથી આવે કે થરા પાસેના ખારિયા ગામમાં એક જ પરિવારનાં 17 લોકો ડૂબીને મરી ગયાં ને એ લોકો ત્રણ દિવસથી મદદ માગતાં હતાં છતાં તેમને સમયસર મદદ ના મળી. એ લોકો રહેતાં હતાં એ વિસ્તાર વીસ ફૂટ પાણીમાં ડૂબી ગયેલો ને ત્રણ દિવસથી એ લોકો મેસેજ મોકલીને પોતાને બચાવવા માટે કહ્યા કરતાં હતાં પણ બહેરા કાને અથડાઈને વાત પાણીમાં જતી રહેતી. આપણે એક તરફ સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ ને ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોનાં જીવનને સુખમય બનાવવાનાં ફાકા મારીએ છીએ ને બીજી તરફ પોતાને બચાવવાની આજીજી કરનારાં લોકોને બચાવી શકતાં નથી તેનાથી મોટી લાચારી બીજી કઈ હોઈ શકે ? ગુજરાતમાં આવેલી આફતમાં બીજી એક વાત પણ ધ્યાન ખેંચનારી છે. લોકો પાણીમાં ફસાયેલા છે ને સહન ના થાય તેવી તકલીફો વેઠી રહ્યા છે તેને પહોંચી વળવા સરકારી રાહે સાવ લસરિયાવેડાથી કામો થાય છે ને સમીક્ષાઓ થયા કરે છે પણ લોકોએ જેમને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે તેવા કહેવાતા જનપ્રતિનિધિ ક્યાંય દેખાતા નથી. ગુજરાતનો એક પણ ધારાસભ્ય કે સંસદસભ્ય તકલીફ વેઠી રહેલા લોકો વચ્ચે જઈને તેમને બચાવવા પ્રયત્ન કરતો હોય એવો એક દાખલો જોવા નથી મળ્યો. એ લોકો રાજ્યસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે ને શક્તિપ્રદર્શનમાં લાગેલા છે. લોકોને મરવું હોય તો મરે. વધારે આઘાત તો એ જોઈને લાગે કે આ રાજકારણીઓની નિષ્ક્રિયતા સામે હોંકારાપડકારા કરીને લોકોની તકલીફો દૂર કરવાની દુહાઈ આપ્નારા નેતાઓ પણ ક્યાંય દેખાતા નથી. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી વગેરે યુવા નેતાઓ ક્રાન્તિ કરી નાખવાની ને સમાજને બદલી નાખવાની મોટી મોટી વાતો કરે છે પણ લોકોને તેમની જરૂર છે ત્યારે જ શોધ્યા જડતા નથી. ગુજરાતમાં અત્યારે લશ્કર, બીએસએફ, એનડીઆરએફ વગેરેના જવાનો દેવદૂત બનીને ઊતયર્િ છે ને સેંકડો લોકોના જીવ તેમણે બચાવ્યા છે પણ સંઘવાળા ક્યાંય દેખાતા નથી. છેલ્લાં વરસોમાં સંઘનો ચહેરો બદલાયો તેના કારણે તેની ચાલ અને ચારિત્ર્ય પણ બદલાયાં હોય એવું લાગી રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL