ટીવીની સંસ્કારી વહુ અક્ષરા હવે સેક્સ વર્કર બનશે!

September 16, 2017 at 6:37 pm


સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાના નામથી ફેમસ ટીવી સ્ટાર હિના ખાન આજકાલ પોતાના ખતરનાક અવતાર એટલે કે ખતરો કે ખેલાડી સિઝન 8માં નજર આવી રહી છે. આ સાથે જ ટીવીની દુનિયામાં સૌથી સારી વહુ તરીકે જાણીતી અક્ષરા હવે પોતાના રોલ્સને લઈને એક્સપેરિમેન્ટ્સ કરતી નજર આવશે. એક રિપોર્ટ અનુસાર હિના હવે જલ્દી જ કલર્સ ચેનલ પર એક શોમાં નજર આવશે જેને રશ્મિ શમર્િ પ્રોડ્યૂસ કરશે.

ઈન્ડિયા ફોરમની રિપોર્ટ અનુસાર, હિના આવનારા દિવસોમાં એક શોમાં સેક્સ વર્કરનો રોલ નિભાવતી જોવા મળશે. જણાવી દઈએ કે રશ્મિ શમર્િ બોલ્ડ સબ્જેક્ટ પર કામ કરવા માટે જાણીતી છે. હાલમાં જ તેણે શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી અને પિંકથી સૌને ચોંકાવી દીધા હતા. હિનાએ આ દરમિયાન જણાવ્યું હતું કે તેને ઘણા રોલ્સ માટે ઓફર મળી રહી છે પણ તેણે ખતરો કે ખેલાડી શોને પસંદ કર્યો. ઉલ્લેખનીય છે કે સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈને છોડ્યા બાદ હિના બિગબોસના સિઝન 10માં પણ નજર આવી હતી. હિના ખાને 2009થી ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ સીરિયલના મુખ્ય રોલ અક્ષરાને તેણે નિભાવ્યો હતો. આ ઉપરાંત તે અન્ય શોમાં અતિથિ રોલમાં પણ જોવા મળી છે.

print

Comments

comments

VOTING POLL