ટીવી સીરિયલ ‘મે આઇ કમ ઇન મેડમ’ એક્ટ્રેસ નેહા પેંડસે પોલ ડાન્સનો વીડિયો વાયરલ

February 16, 2018 at 12:32 pm


ટીવી સીરિયલ ‘મે આઇ કમ ઇન મેડમ’ ફેમ એક્ટ્રેસ નેહા પેંડસે હાલ ચર્ચામાં છે. નેહાએ પોતાના ઇંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પોલ ડાન્સના કેટલાક વીડિયો શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર નેહાના ડાન્સને અતિસય પસંદ કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે નેહા પોતાના વજનના કારણે ચર્ચામાં આવી હતી. હવે એમના મેકઓવરે ચાહકોમાં ક્રેઝ વધારી દીધો છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નેહાને શો પ્રોડ્યુસર્સ તરફથી ચેતાવણી મળી હોય તેવો રિપોર્ટ વહેતો થયો હતો. ચેતવણી આપતા પ્રોડ્યુસર્સે કહ્યું હતું કે જો નેહા પોતાનો વજન ઓછો નહીં કરે તો શોમાંથી નેહાને હાથ ધોવા પડશે. જો કે, નેહાનો પોલ ડાન્સ એની ફિટનેસની સાબિતી છે.છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રીઓમાં પોલ ડાન્સને લઇને ક્રેઝ વધ્યો છે. જૈકલીન ફર્નાંડિસે પોલ ડાન્સને વધુ પ્રખ્યાત બનાવી દીધો. પોલ ડાન્સ કરવા માટે માત્ર ફિટનેસ જ નહીં, સ્ટેમિનાની પણ જરૂર પડતી હોય છે.સમાચાર લખવામાં આવે તે પહેલાં જ નેહાના પોલ ડાન્સવાળા વીડિયોને 1 લાખથી વધુ યૂઝર્સે જોયો હતો.નેહા પેંડ્સે ટેલિવિઝનની દુનિયાની એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે સ્કિન શો બાબતે આનાકાની કરતી નથી. નેહાના સીરિયલ ‘મે આઇ કમ ઇન મેડમ’ને લોકોએ પસંદ કર્યું. આ સીરિયલમાં નેહાની સાથે લીડ રોલમાં સંદીપ આનંદ અને સપના સીકારવર પણ છે.નેહાએ 1990માં ટીવી શો ‘હસરતેં’ દ્વારા ટેલિવિઝનની દુનિયામાં એન્ટ્રી કરી હતી. ઉપરાંત નેહાએ ‘મીઠી-મીઠી બાતેં’ અને ‘ભાગ્ય લક્ષ્મી’ જેવા ટીવી શોમાં પણ કામ કર્યું છે. ભાગ્ય લક્ષ્મીથી લોકો નેહાને ઓળખતા થઇ ગયા હતા.નેહાએ માત્ર નાના પડદા પર જ કામ નથી કર્યું. નેહા પેંડસેએ મરાઠી, તમિલ, તેલુગૂ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.નેહા પેંડસે ‘પ્યાર કોઇ ખેલ નહીં’, ‘દેવદાસ’, ‘તુમસે અચ્છા કૌન હૈ’ જેવી બૉલીવુડ ફિલ્મોમાં નાના-મોટા રોલ કરેલા છે.

print

Comments

comments

VOTING POLL