ટી-10 ક્રિકેટ લીગને આઇસીસીની મંજૂરી

August 8, 2018 at 11:42 am


ઇન્ટરનેશનલ qક્રકેટ કાઉિન્સલે 23મી નવેમ્બરથી શારજાહમાં યોજાનારી બીજી ટી10 qક્રકેટ લીગને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આઇસીસીની મંજૂરી મળતા આ લીગને નવો વેગ મળ્યો છે અને હવે તેમાં બે નવી ટીમના ઉમેરા સાથે આ વખતે આઠ ટીમ વચ્ચે મુકાબલા થશે. આઇસીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પ્રકારની ટુનાર્મેન્ટ યોજવા માટેના નિયમો અને જરુરિયાતો સહિતની તમામ આૈપચારિકતા આયોજકોએ પૂરી કરી દીધી હોવાથી તેમને મંજૂરી આપી દેવામાં આવી છે. ટી10 એ અમિરાત qક્રકેટ બોર્ડની ડોમેસ્ટિક qક્રકેટ ટુનાર્મેન્ટ છે અને આ બોર્ડ આઇસીસીનું એસોસિયેટ્સ સદસ્ય છે. જોકે એમ પણ માનવામાં આવે છે કે આ મંજૂરીનો અર્થ એ પણ નથી થતો કે તેને આઇસીસી દ્વારા સહકાર આપવામાં આવે છે કે qક્રકેટના આ માળખાને પ્રમોટ કરવામાં આઇસીસી મદદ કરશે. ટી20 લીગના ચેરમેન શાજી મુલ્કે જણાવ્યું હતું કે આ મંજૂરીથી લીગના પાર્ટનર, રોકાણકારો અને ખેલાડીઆેને વેગ મળ્યો છે. તેની સાથે સાથે આ માળખાને વૈિશ્વક માન્યતા મળે તે માટેની અમારી જવાબદારી પણ વધી ગઈ છે. .
આ ટુનાર્મેન્ટમાં ઘણા જાણીતા ખેલાડીઆે ભાગ લેતા હોય છે. જેમાં રશીદ ખાન (અફઘાનિસ્તાન), શાહિદ આqફ્રદી (પાકિસ્તાન), શોએબ મલિક (પાકિસ્તાન), આેઇન મોર્ગન (ઇંગ્લેન્ડ), બ્રેન્ડન મેક્કુલમ (ન્યૂઝીલેન્ડ), સુનીલ નારાયણ અને ડેરેન સેમ્મી (વેસ્ટ ઇન્ડિઝ) અને શેન વોટ્સન (આેસ્ટ્રેલિયા)નો સમાવેશ થાય છે. .

print

Comments

comments

VOTING POLL