ટેક્સ સ્લેબમાં ફેરફાર વિના પણ મધ્યમ વર્ગને રાહતાે અપાઈ છે

February 2, 2018 at 8:14 pm


નાણામંત્રી અરુણ જેટલીએ નાણાંકીય વર્ષ 2018-19ના બજેટમાં મધ્યમ વગૅને કોઇ રાહત ન આપવાના પ્રશ્નો ઉપર જવાબ આપતા આજે કહ્યું હતું કે, તેઆેએ જુદા જુદા તરીકાથી નાના કરદાતાઆેને રાહત આપવાના પ્રયાસ કર્યા છે. જેટલીએ પાેતાની અવધિમાં જુદી જુદી રાહતાેનાે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ જરૂરી નથી કે, મધ્યમ વગૅના લોકોને રાહત આપવા માટે ટેક્સ સ્લેબમાં જ ફેરફાર કરવામાં આવે. તેમણે ઉમેર્યું હતું કે, નાના કરદાતાઆેને ટેક્સની હદમાં લાવવા માટે ગયા વષેૅ 2.5 લાખથી પાંચ લાખ રૂપિયાના સ્લેબ ઉપર ટેક્સનાે દર 10 ટકાથી ઘટાડીને પાંચ ટકા કયોૅ હતાે. તેમણે કહ્યું હતું કે, પાંચ ટકાનાે સ્લેબ દુનિયામાં માત્ર એક જ ભારતમાં છે. આ દુનિયામાં સાૈથી આેછો ટેક્સ સ્લેબ છે. જુદા જુદા મિડિયા પ્રતિનિધિઆે સાથેની મિટિંગમાં જેટલીએ કહ્યું હતું કે, અમે 50, 60, 70 હજાર રૂપિયા આવકવાળા નાના કરદાતાઆેને રાહત આપવા માટે જુદા જુદા તરીકે અપનાવ્યા છે. પરોક્ષરીતે અમે તેમના ખિસ્સામાં વધુ નાણાં ઉમેરવાના પ્રયાસ કરી રહ્યાા છે. નાના કરદાતાઆેને માત્ર ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને જ રાહત આપી શકાય તેમ નથી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં ટેક્સ વસુલાત અને કરદાતાઆેની સંખ્યા વધારવાની બાબત ખુબ જ પડકારરુપ છે જેથી તેમના છેલ્લા ચાર પાંચ બજેટના ઉપર હિસાબ કરવામાં આવે તાે જાણી શકાય છે કે, લગભગ તમામ બજેટમાં નાના કરદાતાઆેને તબક્કાવારરીતે રાહત આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે નાણામંત્રી બન્યા ત્યારે ટેક્સ છુટછાટની મર્યાદા બે લાખ રૂપિયા હતી. તેઆેએ આને ત્રણ લાખ રૂપિયા કરી હતી. હકીકતમાં બે વર્ષ પહેલા તેમણે કહ્યું હતું કે, આગામી 50000 રૂપિયા માટે ટેક્સ આપવાની જરૂર નથી. આની સાથે જ નાના કરદાતાઆે માટે ટેક્સ છુટછાટની મર્યાદા 3 લાખ થઇ હતી. જેટલીનું કહેવું છે કે, ટેક્સ છુટછાટ માટે સ્લેબ બે લાખથી વધારીને 2.50 લાખ કયોૅ હતાે. બજેટ 2017-18માં 3.5 લાખ રૂપિયાની વાર્ષિક આવકવાળા લોકોને ટેક્સમાં 2500 રૂપિયાની છુટછાટ આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ત્રણ લાખ રૂપિયા સુધીની કમાણી કરનારને ટેક્સ મુક્તિ મળી હત. કારણ કે 2.50 લાખ રૂપિયાની કમાણ ટેક્સ ફ્રી છે. બાકીના 50000 રૂપિયા પર પાંચ ટકાથી 2500 રૂપિયાના જે ટેક્સ લાગે છે તે ફ્રી છે. એટલે કે ત્રણ લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઇ છે જ્યારે 3.5 લાખની વાર્ષિક આવક પર 2500 રૂપિયા ટેક્સ છે.જેટલીએ મિડલ ઇન્કમવાળા પ્રાેફેશનલ લોકોની ચર્ચા કરી છે. તેમનું કહેવું છે કે, તમામ કેટેગરીને પ્રાેફેશનલો માટે 50 લાખ રૂપિયાની આવકવાળાને કોઇ એકાઉન્ટ બુક મેઇનટેન્ટ કરવાની જરૂર નથી. આમા 50 ટકાને ખર્ચ માની લેવામાં આવશે. અડધી આવકને આવક માનીને ટેક્સ આપવાની જરૂર રહેશે.

print

Comments

comments

VOTING POLL