ટોપ અધિકારીની ફસ્ર્ટ ક્લાસ વિમાન યાત્રા પર અંતે પ્રતિબંધ

August 25, 2018 at 8:41 pm


પાકિસ્તાનમાં કરકસરના પગલાં લેવામાં આવશે અને અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાના પગલા લેવામાં આવશે તેવા વચન પાળવાની દિશામાં કટિબદ્ધતા તરફ આગળ વધીને પાકિસ્તાનની કેબિનેટે હવે વડાપ્રધાન, પ્રમુખ સહિત ટોચના અધિકારીઆેની ફસ્ર્ટ ક્લાસ વિમાની યાત્રા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. ફસ્ર્ટ ક્લાસ વિમાની યાત્રા પર પ્રતિબંધ મુકવાના સંદર્ભમાં માહિતી આપતા સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્યના નાણાનાે ઉપયોગ કરવાના અધિકારને લઈને પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે પ્રમુખ, વડાપ્રધાન, ચીફ જસ્ટીસ, સેનેટ ચેરમેન, સ્પીકર અને રાજ્યના મુખ્યમંત્રી, ક્લબ બિઝનેસ ક્લાસમાં યાત્રા કરશે. એક પ્રનના જવાબમાં ચૌધરીએ કહ્યું હતું કે આમીૅ ચીફની ફસ્ર્ટ ક્લાસ વિમાની યાત્રાની મંજુરી ન હતી અને તેઆે હંમેશા બિઝનેસ ક્લાસમાં યાત્રા કરતા હતા. આ અંગે પૂછવામાં આવતા ચૌધરી કોઈ જવાબ આપી શક્યા ન હતા. પાકિસ્તાનમાં માહિતી મંત્રીએ કહ્યું હતું કે પ્રમુખ, વડાપ્રધાન અને અન્ય અધિકારીઆે દ્વારા સ્ટેટ ફંડની ફાળવણીના અધિકારને પણ ખતમ કરી દીધો છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે આ વષેૅ ફાળવણીના અધિકારનાે ઉપયોગ કરીને 51 અબજ ડોલર રૂપિયા ખર્ચ કર્યા હતા.
વિદેશી અને સ્થાનિક યાત્રાઆેમાં ખાસ વિમાનના ઉપયોગને રોકવા અને બિઝનેસ ક્લાસમાં યાત્રા કરવાનાે નિર્ણય કરવામાં આવ્યો છે. 25મી જુલાઈના દિવસે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાટીૅ ચૂંટાઈ આવી હતી. તે વખતે ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે તેઆે ભવ્ય બંગલામાં પણ રહેશે નહીં. તેઆે એક નાનકડા હિસ્સામાં રહેવાનાે નિર્ણય કયોૅ હતાે. જ્યારે વડાપ્રધાનના લશ્કરી સચિવ રહેતા હતા. આ ઉપરાંત ઈમરાન ખાને માત્ર બે ગાડી અને બે નાેકરો રાખવાનાે નિર્ણય કયોૅ છે.

print

Comments

comments

VOTING POLL