ટોળાશાહીને નાથવી જરૂરી

July 26, 2018 at 12:31 pm


આપણા દેશમાં ટોળાશાહી એક મોટું દુષણ છે અને હમણાં હમણાં તો હિંસક પણ બની ગયું છે. કેટલાક કિસ્સામાં તો માત્ર અફવાથી દોરાઇને ટોળાએ કોઈની હત્યા કરી નાખી હોય તેવી ઘટના બની છે. આપણી બદનસીબી એ છે કે, આવી ટોળાશાહીને રોકવા માટે કોઈ નક્કર કાયદો નથી. મધ્યપ્રદેશના અલ્વર ખાતે એક ટોળાએ યુવાનને બેરહેમીથી મારી નાખ્યો હતો અને આ મામલામાં પોલીસ પણ મૂક પ્રેક્ષક બની રહી હતી.

લોકસભામાં વિપક્ષોએ આખી ઘટનાના મુદ્દે હોબાળો મચાવ્યો, ત્યારે ગૃહપ્રધાન રાજનાથસિંહે એવું કહ્યું કે, આવા બનાવો કંઈ હમણાં હમણાં નથી બનતા. સૌથી વધારે વરવું વર્તન ટોળાશાહીએ 1984માં બતાવ્યું હતું! આ મુદ્દે સંસદમાં રાજકારણ લાવવું એ શોભે નહી! સરકારે તો આ માટે એક સમિતિ રચવાની જાહેરાત પણ કરી દીધી છે.

અહી પ્રશ્ન એ થાય છે કે, આવાં કૃત્યો કરનારા વિરુÙ ફોજદારી કાર્યવાહી કરવા માટે શું આપણા દેશમાં કોઈ જ કાયદો નથીં શું પ્રવર્તમાન કાયદાઆેમાં તેમને પકડવાથી માંડી સજા અપાવવા સુધીની કોઈ જ જોગવાઈ નથીં ગૃહપ્રધાનની એવી જાહેરાતથી તો એવું જ લાગે છે. દેશમાં ટોળાશાહી દ્વારા કેટલાયને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઆે બની છે. એમાંથી કેટલા ગુનેગારોને પકડéાં કેટલાને સજા અપાઈં પહેલાં તો ટોળાના હાકેમને પકડવાની હિંમત બતાવવાની જરુર છે, બચાવવાની નહી!

ખરેખર તો, આવા બનાવો શા માટે બને છે, તેનાં કારણોના મૂળમાં જવું જરુરી છે. કારણ કે કાયદો વ્યવસ્થા એ લોકો માટે અને દેશ માટે અગ્રતાક્રમે હોવા જરુરી છે. આવું શા માટે થાય છેં આપણી ઈન્ટેલીજન્સ સંસ્થાઆે શું કરી રહી છેં કંઈ પણ હોય, પણ આવી ઘટનાઆેથી સમાજનું વગ}કરણ થાય છે એ નક્કી.

print

Comments

comments

VOTING POLL