ટ્રમ્પે વ્યકત કરી ચિંતા: ભારત આવતી અમેરિકી મહિલાઓને સતર્ક રહેવા આપી સુચના

January 12, 2018 at 11:26 am


ભારતમાં સતત વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને ધ્યાનમાં રાખી અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશની મહિલાઓને ભારત યાત્રા દરમિયાન સતર્ક રહેવા માટે કહ્યું છે. દુષ્કર્મની ઘટનાઓ અંગે ચિંતા વ્યકત કરતાં ટ્રમ્પે કહ્યું કે જે પણ અમેરિકી નાગરિક ભારત જાય છે તેણે પોતાના માટે પૂરતી સાવધાની રાખવી જોઈએ. બીજી બાજુ દિલ્હી પોલીસની વાર્ષિક રિપોર્ટમાં દેશની રાજધાની દિલ્હીને લઈને એવી જાણકારી સામે આવી છે કે નિર્ભયાકાંડ બાદ બનેલા સખત કાનૂન છતાં અહીં રોજની મહિલાઓ–યુવતીઓ સાથે દુષ્કર્મની પાંચથી વધુ ઘટનાઓ ઘટે છે.

વસંતવિહારમાં નિર્ભયાકાંડ બાદ દિલ્હીમાં દુષ્કર્મની ઘટનાઓને રોકવા માટે તમામ દવાઓ અને ઉપાય કરવામાં આવ્યા હતાં આમ છતાં રાજધાની આ દંશથી મુકત થઈ શકી નથી. ૨૦૧૨ના નિર્ભયા કાંડને પાંચ વર્ષ વીતી ચૂકયા છે પરંતુ આવી ઘટનાઓ ઘટવાની જગ્યાએ ત્રણ ગણી વધી ગઈ છે. આંકડા અનુસાર ૧ જાન્યુઆરી–૨૦૧૭થી ૧૫ ડિસેમ્બર ૨૦૧૭ સુધી એટલે કે અંદાજે ૩૫૦ દિવસમાં ૨૦૪૯ દુષ્કર્મના મામલા સામે આવ્યા છે. આ પ્રકારે દરેક દિવસે પાંચથી વધુ ઘટનાઓ ઘટી રહી છે. જો કે પોલીસ ગત વર્ષના આંકડાઓને આગળ ધરીને પોતાની જ પીઠ થાબડી રહી છે પરંતુ બે કરોડની આબાદીવાળી રાજધાનીમાં આ તાજા આંકડા પણ ચોંકાવનારા છે

print

Comments

comments

VOTING POLL