ટ્રાફિક પોલીસે વૃદ્ધને આપ્યો ‘સેઈફ પેસેજ’

January 12, 2018 at 5:00 pm


સામાન્ય રીતે ટ્રાફિક વ્યવસ્થા ક્લિયર કરાવવામાં અને ગેરકાયદે વાહનો ચલાવતાં ચાલકોને પકડીને દંડ ફટકારવા માટે જાણીતી ટ્રાફિક પોલીસે અન્ય શહેરીજનો અને પોલીસ સ્ટાફ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડયું છે. અત્યંત ટ્રાફિકથી ભરચક્ક રહેતાં મોચીબજારના ખટારા સ્ટેન્ડ પાસે આજે ટ્રાફિક પોલીસે રીતસરનો ટ્રાફિક થંભાવી દઈ એક વૃદ્ધને રોડક્રોસ કરાવી આપ્યો હતો. આ વૃદ્ધે ઘણા લાંબા સમય સુધી ટ્રાફિક ક્લિયર થવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ બધાને પોતપોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાની ઉતાવળ હોય પોતાનું વાહન થંભાવવાનું નામ લેતાં નહોતાં. આ બાબત ફરજ પર રહેલાં ટ્રાફિક પોલીસમેન અને લેડીઝ વોર્ડનના ધ્યાન પર આવી હતી અને તેમણે માનવતા દાખવી લાંબા સમયથી ઉભા રહેલા વૃદ્ધને બન્ને સાઈડના ટ્રાફિકને થંભાવી દઈ રોડ ક્રોસ કરાવી દીધો હતો. આ ઘટનાને નિહાળી હંમેશા ટ્રાફિક પોલીસ અને વોર્ડનને ભાંડતાં લોકો પણ આ કામગીરીને વખાણ કરવા લાગ્યા હતા અને પોલીસ આ જ પ્રકારે શહેરીજનોનું ધ્યાન રાખે તેવી મનોમન કામના કરવા લાગ્યા હતા.

print

Comments

comments

VOTING POLL