ઠંડીમાં રાહત ઃ હવામાન ધુંધળુ રહ્યું

January 12, 2018 at 10:52 pm


લઘુતમ તાપમાન સમગ્ર ગુજરાતમાં 1પ ડિગ્રી કરતાં વધુ રહ્યું

કચ્છ જિલ્લામાં આજે તાપમાન વધવાનાે દોર ચાલું રહ્યાાે હતાે. ભુજમાં આજે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધ્યું હતું. જોકે ભુજ સહિત કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આજે સુર્યદેવના ભાગ્યે જ દર્શન થયા હતા અને વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું. હવામાન શા?ીઆેના મતે હમણા પાંચ દિવસ કોલ્ડવેવની શક્યતા નથી. સંક્રાંતના દિવસે સામાન્ય ઠંડી રહેશે.

ભુજમાં આજે મહત્તમ તાપમાન ર9.ર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી હતું. નલિયા ખાતે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1પ.8 ડિગ્રી નાેંધાયું હતું. જ્યારે કંડલા પાેર્ટ ખાતે મહત્તમ તાપમાન ર7.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.3 ડિગ્રી હતું. કંડલા એરપાેર્ટ ખાતે મહત્તમ તાપમાન ર9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.ર ડિગ્રી હતું.

કચ્છમાં મહત્તમ તાપમાન થોડું ઘટ્યું હતું. નલિયા સિવાયના બાકીના કેન્દ્રાેમાં લઘુત્તમ તાપમાન વધ્યું હતું. ભુજમાં આજે પવનની ઝડપ થોડી વધુ હતી. અમદાવાદ સ્થિત હવામાન ખાતાની કચેરીએ પાેતાના બુલેટીનમાં જણાવ્યું છે કે, સંક્રાતના દિવસે અમુક સ્થળોએ પવનની સરેરાશ ઝડપ 1પ ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા છે.
ભુજમાં આજે અપવાદરૂપ અડધો કલાકના સમયને બાદ કરતાં તડકો હતાે જ નહિં અને આકાશમાં સામાન્ય વાદળા છવાયેલા હતા. જોકે પવનની દિશા ઉતર પૂર્વની યથાવત રહી હતી. આજે ગાંધીનગર 1પ ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાનમાં અને વલસાડ 3ર.9 ડિગ્રી સાથે મહત્તમ તાપમાનમાં મોખરે હતું.

print

Comments

comments

VOTING POLL