ઠંડી વધી ઃ કચ્છના 3 કેન્દ્રાે ઠંડીમાં મોખરે

February 7, 2018 at 9:37 pm


11.4 ડિગ્રી સાથે નલિયા પ્રથમ 13 ડિગ્રી સાથે ભુજ ત્રીજા અને 14 ડિગ્રી સાથે કંડલા પાેર્ટ ત્રીજા નંબરે રહ્યું

કચ્છમાં બે દિવસ બદલાયેલા હવામાન વચ્ચે સામાન્ય ઠંડી બાદ આજે ફરી ઠંડીનાે દોટ શરૂ થયો હોય તેમ આજે નલિયામાં 4.6 ડિગ્રી તાપમાન ગગડતા 11.4 ડિગ્રી સાથે ફરી પાેતાનાે નંબર વનનાે તાજ પાછો મેળવ્યો હતાે. જ્યારે ભુજમાં તાપમાન ર ડિગ્રી ગગડી તાપમાન 13 ડિગ્રીએ પહાેંચ્યું હતું. આજે પ્રથમ ત્રણ નંબરમાં કચ્છના જ ત્રણેય કેન્દ્રાે હતા. આવતા બે દિવસ દરમિયાન તાપમાનમાં હજી પણ બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ગગડવાની શક્યતા છે.

આજે ભુજમાં મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી હતું. ગઈકાલના પ્રમાણમાં 1 ડિગ્રીનાે વધારો થયો હતાે. લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નાેંધાતા તેમાં ર ડિગ્રીનાે સીધો વધારો નાેંધાયો હતાે. ભુજમાં જોકે બપાેરે 1થી 4 વાગ્યા દરમિયાન મહત્તમ તાપમાન 33 આસપાસ હતું જેના કારણે ગરમીનાે અનુભવ થયો હતાે.

જ્યારે કચ્છના કાશ્મીર નલિયામાં મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી જેટલું ગગડâું હતું. તેના કારણે લઘુત્તમ તાપમાન 30.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નાેંધાયું હતું. આમ નલિયા આજે ફરી એકવાર રાજ્યનું સાૈથી ઠંડુ સ્થળ બન્યું હતું.

કંડલા પાેર્ટ ખાતે મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નાેંધાયું હતું. મહત્તમ તાપમાન વધ્યું હતું તાે લઘુત્તમ તાપમાન ર.1 ડિગ્રી ઘટ્યું હતું.
જ્યારે કંડલા એરપાેર્ટ ખાતે મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1પ ડિગ્રી હતું. બન્ને તાપમાન ગગડâા હતા.
આમ આજે કચ્છના ચારેય મુખ્ય કેન્દ્રાે ઉપરાંત સાથેના પેટા કેન્દ્રાેમાં પણ ઠંડકની સ્થિતિ રહી હતી.
ગઈકાલ સાંજથી ભુજ સહિત કચ્છના તમામ કેન્દ્રાેમાં ઠંડો પવન ફુંકાતાે હતાે. આજે પણ તમામ સ્થળે પવનની ઝડપ વધી હતી. અને ઠંડો પવન જ ફુંકાતાે હતાે. આમ વાતાવરણમાં પલ્ટાના બે દિવસ બાદ ફરી કચ્છમાં ઠંડીનાે દોટ શરૂ થયો છે.
આજે લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી સાથે નલિયા પ્રથમ નબંરે હતું તાે ભુજ 13 ડિગ્રી સાથે બીજા નંબરે અને કંડલા પાેર્ટ 14 ડિગ્રી સાથે ત્રીજા નંબરે હતું.
આજે ગુજરાતના તમામ કેન્દ્રાેમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો હતાે.
હવામાન ખાતાના બુલેટીનમાં કોલ્ડવેવ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ આવતા 48 કલાક દરમિયાન તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધે તેવી શક્યતા છે.

print

Comments

comments

VOTING POLL