ઠોકો તાલી…

March 24, 2017 at 2:12 pm


લોકોને (પોતાનું) પેટ પકડીને હસાવનારા આજે રડી રહ્યા છે. આખરે તેઓ પણ માણસ છે અને હસાવવું એ તેમનું પ્રોફેશન છે. દેશની બહ જ જાણીતી બે પર્સનાલિટીઓ કપિલ શમર્િ અને નવજોતસિંહ સિધ્ધુને કોકની નજર લાગી ગઈ છે અથવા તો તેઓ જ્યારે ઘરની બહાર નીકળા ત્યારે કાળી બિલાડી આડી ઉતરી છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયેલા નવજોત સિધ્ધુની મુળ કમાણી કોમેડી શો છે અને પ્રધાન બની ગયા પછી તેને આ શો છોડવાનો વારો આવે તેવી સ્થિતી ઉભી થઈ ગઈ છે તો બીજી તરફ પોતાના શોમાં ભલભલી હિરોઈન સાથે ફલર્ટ કરતા કપિલ શમર્િ પોતાના સાથીદારો સાથે મિસબિહેવ કરવામાં ભરાઈ પડ્યો છે. કપિલ શમર્થિી નારાજ ડો.મશહર ગુલાટી, પુષ્પાનાની અને ચંદન ચા વાળાએ શુટિંગમાં આવવાનું બંધ કરી દીધુ છે અને તેને કારણે કપિલ શમર્િ પણ શેટ ઉપર પણ રાતા પાણીએ રડી રહ્યો છે. નવજોતસિંહ સિધ્ધુના મામલામા તો કોઈને કહી ન શકાય અને રહી પણ ન શકાય તેવી સ્થિતી ઉભી થઈ છે. કોમેડી શોની જેમ જાહેર સભાઓમા પણ ‘ઠોકો તાલી…’ ‘ઠોકો તાલી…’ કરતા કરતા ધારાસભ્ય અને પછી પ્રધાન બની ગયેલા નવજોત સિધ્ધુ હવે આ પ્રકારના કોમેડી શો ન કરી શકે તેવું તેના બોશ એટલે કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન દર્શને કહી દીધુ છે. ભલે કેપ્ટનની વાત એક વખતના આ બેટ્સમેનને ગમી નથી પરંતુ તેને આવું કરવું ચોકકસ પડશે કારણ કે સરકારી વકિલોએ પણ અભિપ્રાય આપી દીધો છે કે સિધ્ધુનો મામલો ઓફિસ ઓફ પ્રોફિટ અંતર્ગત આવે છે અને સિધ્ધુ આ શો ન કરી શકે. ભારતના બંધારણમાં કલમ 102 (1)(એ) અંતર્ગત સ્પષ્ટ કહેવાયું છે કે કોઈપણ સંસદ સભ્ય કે ધારાસભ્ય એવું કોઈ કાર્ય ન કરી શકે કે એવો કોઈ કાર્યક્રમ ન કરી શકે કે જ્યાંથી તેને નાણાં મળતા હોય. બંધારણમાં આવી જોગવાઈ દાયકાઓથી રહેલી છે પરંતુ આવો વિવાદ માત્ર અને માત્ર આ રાજકીય કારણોસર જ ઉઠાવવામાં આવે છે. નવજોતસિંહ સિધ્ધુના મામલમાં ‘છીંડે ચડ્યો તે ચોર’ જેવું થયું છે.

આપણા દેશમાં અનેક સાંસદો અને અનેક ધારાસભ્યો એકથી વધુ ‘કામ કરે છે’ અને થેલા ભરીભરીને પિયા કમાય છે આમ છતાં તેમનો વાળ પણ વાંકો થતો નથી. નવજોતસિંહ સિધ્ધુ પ્રધાન બન્યા એટલે બધાને પ્રશ્ર્ન થયો હતો કે હવે તેઓ કપિલના કોમેડી શોમાં જવાનુ અને આઈપીએલમાં કોમેન્ટ્રી આપવાનું બંધ કરી દેશે કે કેમ ? પરંતુ નવજોત સિધ્ધુએ સ્પષ્ટ પણે કહી દીધુ હતું કે હં રાત-દિવસ મહેનત કરીશ પરંતુ કોમેડી શો નહીં છોડુ. આઈપીએલમાં પણ કયારેક કયારેક દેખાઈશ. સિધ્ધુના પત્નીએ પણ લોકોને ગળે ન ઉતરે તેવા કારણો રજુ કરી દીધા. નવજોતકોર સિધ્ધુએ એવો બચાવ કર્યો કે અમારા ઘરનું ઈલેકટ્રીસિટિનું બિલ અને મેમાનોના ચા-પાણીના ખચર્િ સિધ્ધુના કોમેડી શોમાંથી નિકળે છે. અમારે બીજી કોઈ આવક નથી અને ‘તમારા ભાઈ કોમેડી શો ચાલુ રાખે તો તેમાં શું વાંધો છે’ જો નવજોત સિધ્ધુ માટે ઓફિસ ઓફ પ્રોફિટ મુદ્દો ઉપસ્થિત થતો હોય તો બીજા સાંસદો માટે પણ મુદ્દો ઉભો થવો જોઈએ. તેવી દલીલ ઘણા લોકો કરી રહ્યા છે. બોલિવૂડમાં ‘માં’નું ભજવતા કિરણ ખેર ભાજપ્ના સંસદ સભ્ય છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ચંદીગઢમાંથી ચૂંટાયેલા કિરણ ખેરે દોસ્તાના, સિંગ ઈસ કિંગ ઉપરાંત સંસદ સભ્ય બન્યા પછી ખુબસુરત અને ટોટલ સિયાપા જેવી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. તે કલર્સના લોકપ્રિય રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પણ જોવા મળે છે. જો કિરણ ખેર સામે આવો મુદ્દો ઉપસ્થિત થાય તો તેના માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. આવું જ કંઈક પરેશ રાવલનું પણ છે. અમદાવાદ પૂર્વની બેઠક પરથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા પછી પરેશ રાવલે ધર્મસંકટ (2015) અને વેલકમ બેક (2015)માં અભિનય આપ્યો છે. પરેશ રાવલે આ મુદ્દે એવી ચોખવટ કરી હતી કે મે ચૂંટણીપૂર્વે આ ફિલ્મો માટે તારીખ આપી દીધી હતી અને હં શુટિંગ ન કરું તો નિમર્તિાના પૈસા ડુબી જાય તેમ હતા. એમ તો પરેશ રાવલ સંજય દત્તના જીવન ઉપર બની રહેલી બાયોપીક ‘દત્ત’માં સંજયના પિતા સુનિલ દત્તનું પાત્ર ભજવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ ભગવત માનનું પણ કંઈક આવું જ છે તેઓ પંજાબી ભાષાના કોમેડિયન અને કલાકાર છે. જોકે, તેમણે ગણ્યા ગાઠયા જાહેર કાર્યક્રમો સિવાય ફિલ્મ કે ટીવી કાર્યક્રમોમાં ભાગ લીધો નથી. જેમ નવજોતસિંહ સિધ્ધુ માટે સવાલો ઉઠ્યા છે તેવા સવાલો મનોજ તિવારી માટે પણ ઉઠી શકે છે.

ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર અને ગાયક મનોજ તિવારી દિલ્હીના સંસદ સભ્ય છે અને કાર્યક્રમોમાં ભાગ લ્યે છે. કેટલાક જાણકારો એવું કહે છે કે સંસદ સભ્યો ફિલ્મ કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે પરંતુ જો સંસદ સભ્ય મંત્રી બની જાય તો તે ભાગ લઈ ના શકે. આ બધાની યાદીમાં એક નામ હેમા માલીનીનું પણ છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં મથુરામાંથી જીતીને સંસદ સભ્ય બનેલી આ ‘ડ્રીમ ગર્લ’ અત્યારે ટીવીની જાહેરખબરો કે એકલ દોકલ નૃત્યના પ્રોગ્રામોમાં જોવા મળે છે. હેમા માલીની કોઈ મંત્રાલય સાથે સંકળાયેલા નથી અને તે કોઈ કોમર્શિયલ ફિલ્મ પણ નથી કરી રહી એટલે તેને આ પ્રશ્ર્ન નળે તેવું લાગતુ નથી. ભાજપ્ના યુવા સેલિબ્રિટી બાબુલ સુપ્રિયો રાજ્યના મંત્રી છે પરંતુ તેમણે 2014માં ચૂંટાયા પછી એક પણ ફિલ્મનો હિસ્સો બન્યા નથી. તેમનું કોઈ આલ્બમ પણ નથી. 2014માં મંત્રી બનેલા બાબુલ સુપ્રિયોની હિન્દી ફિલ્મ ‘જો ભી કરવાલો’ 2014માં જ રિલિઝ થઈ હતી પરંતુ તેનુ શુટિંગ તેઓ પહેલા જ કરી ચુકયા હતા. ફિલ્મના પડદે વર્ષોથી બધાને ‘ખામોશ’ થવાનો ડાયલોગ મારતા શત્રુઘ્નસિન્હા પટના સાહિબની સીટ ઉપરથી ચૂંટાયેલા છે. સંસદ સભ્ય તરીકે તેમણે 2010માં રકત ચરિત્ર અને બીજી એકાદ બે ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી. તેઓ ધીરેધીરે ફિલ્મોમાંથી નિવૃત્ત થયા હતા અને અત્યારે ફુલટાઈમ પોલીટિશ્યન બની ગયા છે. જો નવજોતસિંહ સિધ્ધુ કોમેડી શોમાં ભાગ ન લઈ શકે તો આ બધા નેતા કમ અભિનેતા પણ કામ ન કરી શકે. જો કે સિધ્ધુને કોમેડી શો ચાલુ રાખવાની છૂટ મળી ગઇ છે તે તેના માટે અને ચાહકો માટે રાહતની વાત છે.

print

Comments

comments

VOTING POLL